________________ 238 વિદૂષક ન કરે અને સામાજિક અને ધાર્મિક નીતિને ભંગ તેના હાથે ન થાય તે વિશેની ચિંતા માઢવ્યના મનમાં છુપાયેલી છે. પણ જયારે દુષ્યન્ત તેને કહે છે કે શકુંતલા એક રાજર્ષિ અને અપ્સરાની કન્યા હોઈ તેની સાથે સંબંધ વધારવાને પિતાને ઉદ્દેશ મને વિનેદ સાધવાને નથી, શકુંતલા સાથે ધર્મવિધિથી વિવાહ કરી તેને રાણી બનાવવાની પોતે ‘ઈરછા રાખે છે ત્યારે માઢવ્ય પોતાની બધી દલીલો બાજુ પર મૂકી શકુંતલાનું રસપૂર્ણ વર્ણન કરવા માટે રાજાને ઉત્તેજન આપે છે. દુષ્યન્ત જેવા રસિકના મુખમાંથી શકુંતલા અદ્વિતીય હેવાનું સાંભળ્યા પછી, એવી સુંદરીનું આકર્ષણ અપરિહાર્ય હેવાનું જ તે માને છે, એટલું જ નહીં પણ દુષ્યને પિતાને પ્રેમમાં કેટલી પ્રગતિ કરી તે વિશે તે પૂછે છે. દુષ્યન્ત જયારે કહે છે કે તપાસકન્યાઓ ઘણી શરમાળ હોય છે, ત્યારે તે મશ્કરીમાં કહે છે, “તને શું એમ લાગે છે કે જરા આંખો મળી કે તરત જ તેણે તારા ખોળામાં આવી બેસવું જોઈએ ?' ગમે તે હેય તે પણ દુષ્યને હવે પિતાને પ્રેમ સફળ કરવા બધા પ્રયત્ન કરવા જોઈએ એવું તે માને છે. તે કહે છે, “દોસ્ત, તે તપવનને ઉપવનમાં ફેરવી - નાંખ્યું છે.' દુષ્યને પિતાના પ્રેમપ્રવાસમાં યશ મળે એ તે આશીર્વાદ આપે છે, અને જે પ્રવાસ લાંબો થાય તે જોઈતું ભાથું સાથે રાખવાની મશ્કરીભરી - સલાહ આપવાનું પણ તે ભૂલતો નથી. તે શિકારને ત્રાસ ટળી પિતાને ઘેર જવા મળતું હોવાને લીધે તે ખુશ થયે હેય તે પણ દુષ્યન્ત વિશે તેના મનમાં અપાર સ્નેહ અને આદર રહેલાં છે. તે દુષ્યન્તને સારો મિત્ર છે. શકુંતલાને જોઈને મોહિત થયેલ દુષ્યન્ત તેને કહે છે, “માઢવ્ય, આંખનાં પારણું પૂરા થાય એવી તક તને હજૂ મળી નથી. આ દુનિયામાં જોવા જેવું હજુ તારી આંખે જોયું નથી. માઢવ્ય તેને ઉત્તર આપે છે, “કેમ તું તે છે ને ? દુષ્યન્તના ભવ્ય અને સુંદર વ્યક્તિત્વનું કેટલું સ્વાભાવિક વર્ણન માઢવ્યના આ ઉદ્દગારોમાં સમાયેલું છે ! માઢવ્યની દુષ્યન્ત વિશેની આત્મીયતાની બધાને ખબર છે. રાજમાતા તેને દુષ્યન્તને ના ભાઈ માને છે. દુષ્યન્ત તેને રાજધાની પાછું મોકલે છે તે પણ એક યુવરાજ તરીકા માઢવ્ય પણું દુષ્યન્ત કહે તે પ્રમાણે બધું કરવા તૈયાર છે. એક વખત દુષ્યન્ત - શકુંતલાનું ચિત્ર દેતે હેય છે, તે વખતે રાણુ વસુમતી ત્યાં આવી હોય છે એવું તેમને લાગે છે. માઢવ્ય ચિત્રફલક લઈ નાસી જાય છે. તે દુષ્યન્તને - સદેશે હંસવૃદિકાને પહોંચાડે છે. દુષ્યન્તનાં બધાં જ કામે તેને આનંદદાયક - હોતાં નથી, પણ કેવળ દુષ્યન્તની ખાતર જ તે બધાં કામો રાજીખુશીથી કરે છે.