________________ 27 દુષ્યન્તના શિકારના શેખને લીધે આ લીલા સર્જાઈ હતી ! દુષ્યન્ત પિતાને શિકાર થોભાવે તે માટે માઢવ્ય તેની સામે દલીલ કરે છે, વાદવિવાદ કરે છે. માઢવ્ય જે જે પ્રયત્ન કરી શકે તે બધા પ્રયત્ન તે કરે છે. છેવટે તે બંને હાથ જોડીને વિનંતી. પણ કરે છે. દુષ્યન્ત એનો દેતા હોય તે પણ રાજા તે ખરે જ ને ! તેથી એને વિનવવું તે પડે જ ને ! પણ માઢવ્યને સેનાપતિ સામે કરગરવાની શી જરૂર ? સેનાપતિ જ્યારે રાજાની આગળ શિકારનું મહત્વ વર્ણવી રાજની મીઠી પ્રશંસા કરે છે, ત્યારે વિદૂષક તેની ખબર લઈ નાંખે છે. તે કહે છે, “આગ. લગાડો તમારા ઉત્સાહને ! હવે રાજ વસ્તુસ્થિતિ જાણી ગયા છે. તમારે જવું હોય તે જાઓ શિકાર માટે જેથી જંગલમાં રખડતાં અનાયાસે કઈ પ્રાણીને ભેગ બનશે !" દુષ્યન્ત શિકારને કાર્યક્રમ રદ કરે છે, પણ તે માઢવ્યની દુર્દશા ધ્યાનમાં લઈને નહીં, પણ શકુંતલા સાથે પોતાને સંબંધ વધારવા માટે ! ગમે તે હોય, તે પણ માઢવ્યને શિકાર ટળ્યાને આનંદ છે ! તેથી આશ્રમમાં પતે એકલા રહી, આખી સેનાને વિદૂષક સાથે પાછી રાજધાની મોકલી દેવાને રાજા નિર્ણય કરે છે, ત્યારે માઢવ્યને સુખને દિવસ આવે છે. તે આનંદથી ઉભરાઈ જાય છે. પણ એવું રખે માનતા, કે માઢવ્યને પોતાના સુખ આગળ દુષ્યન્તની કાંઈ જ પડી નથી. દુષ્યન્ત શકુંતલાના પ્રેમમાં ફસાયા છે એ જાણતાં જ તે ગુસ્સે થાય છે, કારણકે કે તેના આરામમાં તેને લીધે હાનિ પહોંચે છે એ તે ખરું, પણ તે સાથે તેણે શકુંતલા વિશે જે સાંભળ્યું હતું તે પ્રમાણે તે કોઈ તાપસકન્યા હતી અર્થાત તે કઈ બ્રાહ્મણઋષિની કન્યા હતી. દુષ્યન્ત બ્રાહ્મણુકન્યા સાથે પ્રતિલોમ વિવાહ કરી ધર્મનીતિથી વિરુદ્ધ વર્તન કરે એ માઢવ્યને પસંદ નથી. ઉપરાંત દુષ્યન્તને શકુંતલા વિશેને પ્રેમ એ ક્ષણિક મેહ પણ હોઈ શકે ! મીઠી ખજૂર ખાય પછી માણસને કંટાળો આવે અને તેને આમલી ખાવાનો ઇરછા થાય, તેમ અંતઃપુરમાં અનેક ઉત્તમ સ્ત્રીઓને ઉપભેગા કર્યા પછી કુદરતના ઉન્મુક્ત વાતાવરણમાં ઉછરેલી આ સાદી ભોળી આશ્રમબાલિકા ઉપર દુષ્યન્ત આજે મીટ માંડે એ યોગ્ય ન કહેવાય. અને જો એ વસ્તુસ્થિતિ હોય તે એક નિપાપ બાલિકાને બરબાદ કર્યાને કેટલો ભષણ નૈતિક ગુને. દુષ્યન્ત કરવાને હતા ? માઢવ્ય દુષ્યન્તની મશ્કરી કરે છે, તેને જોરદાર વિરોધ, કરે છે, તેનું ખરું કારણ આ પ્રમાણે છે. આ વિરોધ કરવામાં માઢવ્યની દુષ્યન્ત વિશેની આત્મીયતા જ પ્રગટ થાય છે. પિતાને મિત્ર કે મેટી ભૂલ