________________ મૈત્રેય 245 પિતાના બે પગ એક બીજાને જોડે છે, અને ચેટ એને પદેને ફેરવી નાખવાનું કહે છે ત્યારે તે પિતાના પગ ફેરવી પિતાની આજુ બાજુ ચક્કર ફરે છે ! છેવટે જ્યારે “પદ એટલે શબ્દ, પગ નહીં એવી ચેખવટ ચેટ કરે છે, ત્યારે મૈત્રેયની બુદ્ધિમાં પ્રકાશ પડે છે ! અને વસંતસેના આવી હોવાનું તે જાણે છે. અહીં અનપેક્ષિત રીતે જે હાસ્ય નિર્માણ થાય છે, તે સામાન્ય સ્વરૂપનું હોય તો. પણ તે દ્વારા મૈત્રેયની બુદ્ધિ કેટલી છે અને આપણને ખ્યાલ આવ્યા વિના રહેતું નથી. કેઈના બોલમાંની અથવા કઈ પ્રસંગમાંની સૂક્ષ્મતા ગ્રહણ કરવાની શક્તિ મૈત્રેય પાસે નથી. વાદળાઓને ગગડાટ સાંભળીને વસંતસેના ગભરાઈ જાય છે, ચારુદત્તને ઍટી પડે છે. ચારુદત્ત પણ તેના સ્પર્શને લીધે પુલકિત થાય છે, અને વાદળાને આભાર માને છે, પણ મૈત્રેય વંસતસેનાને બીવડાવનાર આ વાદળાને ગાળો આપવાની શરૂઆત કરે છે. મય જેમ બેલવાની બાબતમાં હોશિયારી બતાવી શક્યો નથી, તેમ તેના કામમાં પણ તેણે હોશિયારી બતાવી નથી. વસંતસેનાએ પોતાનાં ઘરેણું ચારુદતને ત્યાં થાપણ તરીકે મૂક્યાં હતાં. ચારુદત્ત એ ઘરેણું મૈત્રેયને સંભાળવા આપે છે. મૈત્રેય પહેલેથી જ ઘરેણું સંભાળવાની જવાબદારી લેવા રાજી હતો. નથી. ઘરેણું સંભાળવાની ચિંતામાં પોતાને આખી રાત ઊંઘ આવે નહીં, તે કરતાં કેઈ એ ઘરેણું ચોરી જાય તે પણ સારું એવું મને લાગે છે. રાત્રે તે ઘરેણુને ડમ્બે છાતી ઉપર મૂકી સૂઈ જાય છે. શર્વિલક ત્યાં ચોરી કરવા આવે છે. મૈત્રેય ઊંઘમાં બબડે છે. પહેલાં તે શર્વિલકને કેાઈ જાગતું હોય એમ લાગે છે, પણ પછી મિત્રેય ઊંઘમાં બબડે છે એમ જાણીને તે પાછો આવે છે. મૈત્રેય ઊંઘમાં ચારુદત્તને, “સંભાળ તારો દાગીનાને ડબ્બા” એમ કહી દાગીના આપે છે, તે પડે છે સીધા શર્વિલકના હાથમાં જ ! શર્વિલક દાગીને લઈ પસાર થાય છે, અને જતાં જતાં “મહાબ્રાહ્મણ, આ પ્રમાણે જ સૂતો રહેજે એવો આશીર્વાદ આપી જાય છે. ન્યાયાલયમાં પણ મૈત્રેયના હાથમાંથી દાગીના જમીન ઉપર પડે છે ત્યારે તેના બાઘાપણાની હદ આવી જાય છે. દાગીનાને જોઈતા પુરાવા મળી જાય છે અને ચારુદત્તને ગુને સિદ્ધ થાય છે. અહીં ઉલેખેલી મિત્રેયની બે મોટી ભૂલે નાટકની કથાવસ્તુમાં ગતિ આણે છે, એ બદલ શંકા નથી. વિદૂષકના પ્રમાદને ઉપયોગ કથાવસ્તુને વિકાસ માટે કરવાની કાલિદાસની યુક્તિ શુદ્રકે પણ પોતાના નાટકમાં વાપરી છે. મૈત્રેયને બાઘો સ્વભાવ શકે હળવી રીતે ચીતર્યો હોવાને કારણે તેના ચિત્રણમાં કોઈપણ પ્રકારની ભભક આપણને જણાતી નથી. મૈત્રેયનું વ્યકિતત્વ વિદૂષકના આ સામાન્ય ગુણોથી