________________ અને તે તેને અમલમાં મૂકે છે. વસંતકે કહ્યા પ્રમાણે આરણિયા અને આલિંગે છે, પણ તરત જ તેને પિતાની ભૂલ સમજાઈ જાય છે, તે દૂર ખસે છે અને ઈદિવરિકાને નામે બૂમો પાડે છે. તે જ વખતે વસંતક આગળ આવે છે અને નર્મ વિનોદથી હસતાં તેને કહે છે, “આખી પૃથ્વીનું રક્ષણ કરનાર વત્સરાજ પોતાની પાસે હોય, ત્યારે ઇદિવરિકા જેવી દાસીને મદદ માટે બોલાવવાને શો અર્થ ? ઉદ્યાનમાંના આ પ્રસંગમાં વસંતક પહેલેથી જ હોંશિયારીથી વર્તે છે. તે બીજી બાજુથી ઇંદિરિકાને આવતી જુએ છે. જે તેને બધી વાતની જાણ થાય. તે તે રાણીને કહ્યા વિના રહે નહીં એને વસંતકને ખ્યાલ છે. આ અનર્થ ટાળવા સારું તે રાજાને અણુને વખતે કદલી ગૃહમાં ચાલ્યા જવાની સૂચના કરે છે, આરયિકા ગભરાઈ ગઈ છે. દિવસ પણ ચઢી ગયા છે. તેથી ઈદિવારિકા તેને રાજમહેલમાં પાછા ફરવાનું કહે છે. પ્રેમપ્રસંગમાં આવી અચાનક ખલેલ આવી પડવાને લીધે રાજનું મન નારાજ થાય છે, અને આરયિકાને જરા, આરામથી મળી શકાય તે માટે કેઈ યુક્તિ શોધી કાઢવાનું તે વસંતકને કહે છે, પરંતુ વસંતકનું મન કરી જાય છે, અને તેથી તે એકદમ ઉછળીને, મૂરખ જેવો બબડતે રાજાને કહે છે, “મેં આપને આરયિકા પાસે ચુપકીથી જવા, કહ્યું હતું, છતાં આપે ત્યાં જઈ “સુંદરી, શા માટે પિતાની જાતને ત્રાસમાં મૂકે છે ? વગેરે કહી ભાષણ આપવાની શરૂઆત કરી અને મહેણાં માર્યા. હવે રડે !..... પિતાના હાથે રમકડું ભાંગી નાંખવું, અને પછી હવે શું કરું ? એમ રડતાં રડતાં પુછવા આવવું છે............ વસંતકને બબડાટ ચાલુ રહે છે. તે જેટલે અનપેક્ષિત છે તેટલે જ અસંબદ્ધ છે. આશ્વાસન ખાતર ઉચારેલા. શબ્દને મહેણું સમજનાર આ મૂરખને રાજા વધુ શું કહે ? | વિનોદ કયારે કરી શકાય તેની વસંતકને સૂઝ નથી. એનામાં મૂર્ખાઈ જ્યારે પ્રગટશે તે કહેવાય નહીં, અને કયે વખતે તે ડાહ્યો થઈ હોશિયારીથી વર્તશે તે પણ કહેવાય નહીં. આરયિકાને - પ્રિયદર્શિકાને - વિષબાધા થાય છે. તે સાંભળી રાજા સ્તબ્ધ થઈ જાય છે. તે રડવાની શરૂઆત કરે છે. પણ વસંતક શાંત બુદ્ધિથી તેને કહે છે કે, “આપને સર્વવિદ્યા આવડતી હોવા છતાં આમ અશ્રુ કેમ પાડે છે ?" આમ, રાજાને સર્વવિદ્યા આવડે છે એની તે 5 વખતે યાદ અપાવે છે, એટલું જ નહીં પણ મંત્રપ્રયોગ માટે તે પાણું લેવા જાય છે.