________________ વસંતક 25 ગયા પછી, કારાવાસના પાશ બધા માટે જ આનંદના પાશ લેવા જોઈએ એ તેની દલીલમાં કેટલી વજુદ છે એ તે પિતે સમજયો હશે.. નૃત્યાભિનયના પ્રસંગમાં નાયક અને નાયિકા એકબીજાને મળી શકતાં નથી, તે માટે વસંતકને ઊંઘવાને સ્વભાવ અને તેનું બાઘાપણું જવાબદાર ગણી શકાય. આ પ્રસંગમાં કદાચ તેના બાધાપણું કરતાં તેની ઊંઘ વધુ જવાબદાર કહી શકાય, પણ ઘણી વખત વસંતક પિતાની મૂર્ખતાનું જાહેર પ્રદર્શન કરે છે એમાં શંકા નથી. રાણી વાસવદત્તા ગુસ્સે થઈ નાયિકાને પણ કેદખાનામાં નાંખે છે તેને કેમ છેડાવવી એ પ્રશ્ન રાજા સામે ઉપસ્થિત થાય છે. જ્યારે રાજા આ બાબતમાં વસંતકની સલાહ માંગે છે ત્યારે બધી લશ્કરી મદદ લઈ અંતાપુર ઉપર આક્રમણ કરવાને ઉપાય તે સૂચવે છે. તેને આ મૂર્ખાઈભર્યો જવાબ - સાંભળી રાજ તે તરફ ધ્યાન આપતું નથી, અને તેને સમજાવતાં કહે છે કે રાણીને ઠેધ વધી પડે એવું કોઈપણ પગલું આપણુથી ભરી શકાશે નહીં, ત્યારે વસંતક અત્યંત ગંભીરતાથી કહે છે, “દસ્ત એક મહિનો ઉપવાસ કરે, તે રાણુરૂપી ચંડી તમને પ્રસન્ન થશે !' વાસવદત્તાને ચંડી કહેવામાં વસંતકે રાણુના ક્રોધનું અને પિતાના બીકણ સ્વભાવનું સૂચન કર્યું છે. રાજા તેને આરયિકાની શોધ કરવાનું કહે છે, અને જે આરયિકા ન મળે તે, જે તળાવમાંના કમળ તે તેડતી તેમાંના, તેના હાથનો સ્પર્શ થયેલાં ચેડાં કમળે તેડી લાવવા તેને કહે છે. વસંતક તળાવ પાસે જાય છે, પણ આરયિકાના હાથને સ્પર્શ થયેલ કમળે કેવી રીતે ઓળખવા તે તેને ખબર નથી. મનેરમા દાસી તે વખતે તેને કહે છે, “હું કહીશ પણ એ સાંભમળતાં જ વસંતક એકદમ ગભરાય છે. કારણ કે તેને લાગે છે કે મને રમા બધી વાત વાસવદત્તાને કહી દેશે, તેથી તે ધ્રુજતે ધ્રુજતો મને રમાને પૂછે છે, કોને કહેવાની - છે તું ? રાણીને ? પણ હું તે હજુ એકે અક્ષર બેલ્યો નથી.” નૃત્યાભિનયના પ્રસંગમાં નાયક અને નાયિકાનું ગુપ્ત મિલન યોજવાની - વસંતકની બાજી નિષ્ફળ નિવડી હેય, તે પણ તેના પરિણામે તેને જે અનુભવ થયે, તેને લીધે તે રાણીથી ખૂબ ગભરાય એ સ્વાભાવિક છે. નાયિકાને કારાવાસમાંથી છૂટી કરવા વિશેની વિનંતી કરવા રાજા રાણી પાસે જવાને વિચાર કરે છે. તે વખતે તે વસંતકને પણ સાથે આવવા કહે છે. પણ વસંતક રાણી પાસે જવાની ચેખી ના પાડે છે.