________________ 28 " તેણે રાજા અને આરયિકાના મિલન માટે અનેક યુક્તિઓ રચી હોવાને કારણે રાણી તેના ઉપર ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. રાણી તેને અને આરયિકાને કેદખાનામાં પૂરે છે. નાયિકાનો તેમાંથી છૂટકારે કેવી રીતે થશે તેની રાજને ચિંતા થાય છે. તે જ વખતે કલિંગરાજની હાર થયાના, અને દઢવર્મા કારાવાસમાંથી છૂટા થયાના સમાચાર આવે છે. તે સમાચાર પછી આરવિકા એ બીજી કોઈ નહીં પણુ વાસવદત્તાની નાની બેન પ્રિયદર્શિકા હોવાની જાણ થાય છે. તેથી રાજમહેલમાં બધે આનંદનું વાતાવરણ પ્રસરે છે. વસંતક આગળ આવી બધાને કહે છે : આવા અભ્યયના પ્રસંગે શું શું કરવું જોઈએ ? (રાજા તરફ આંગળી ચીંધી અને વીણાવાદનને અભિનય કરી) .... ગુરુની પૂજા ! (પિતાની જનોઈ બતાવી) બ્રાહ્મણોને સત્કાર! (આરયિકાને નિર્દેશ કરી) કેદીઓને છૂટકારો !!" તેથી રાજાને તે આનંદ થાય છે જ, પણ રાણીને પણ આરયિકા વિશે ક્રોધ રાખવા કેઈ કારણ રહેતું નથી. વસંતક વધુ એકવાર પિતાની હોંશિયારી બતાવે છે. તે કહે છે, “રાણીસાહેબ ! આપને તે આપના બેન મળ્યાં, તેથી આપ ખુશ થાઓ તે બરાબર છે. (રાજા તરફ આંગળી બતાવી) પણ જે વધે વિષબાધામાંથી પ્રાણ બચાવ્યા તેને બક્ષિસ આપવાની આપને કેઈ ફૂરસદ નથી !' વસંતકના આ નવિનેદને લીધે રાણી નિરુત્તર થઈ હોય છે, તે પણ તે ખુશ થાય છે. તે રાજાને પોતાની પાસે ખેંચે છે અને પ્રિયદર્શિકાનો હાથ તેના હાથમાં સોંપે છે.