________________ વસંતક જ વારાંગનાઓ પિતાના શરીર ઉપર રંગ પડવાને લીધે આનંદથી ધીમી ચીસ પાડે છે, અને ચોમેર પિતાના કાળા નેત્રકટાક્ષો ફેકે છે. ઉત્સવની આ મજા વસંતક આંખ ભરી નિહાળે છે, અને રાજાને બતાવે છે ! મકરંદ ઉદ્યાનમાં પણ મલય પવનને લીધે આશ્રમંજરીના રજ:કણ આકાશમાં ઊંચે ઊડે છે, અને તેને લીધે મનહર ચંદરવો જ જાણે ત્યાં નિર્માય છે. ત્યાં પાછો ભ્રમરને ગુંજારવ ચાલુ હોય છે જ, અને કેયલનું પૂજન પણ વચમાં સંભળાય છે. મકરંદ ઉદ્યાને જાણે કઈ ખાસ મહેમાનના સ્વાગતની તૈયારી ન કરી હોય એવું વસંતકને લાગે છે. આ વર્ણને, તેમજ સાગરિકાનું તેણે કરેલું વર્ણન વસંતકની સૌંદર્યદષ્ટિનો અને તેના આનંદી સ્વભાવનો આપણને પરિચય કરાવે છે. વસંતક રાજાને ફક્ત મિત્ર નથી. પ્રિયદર્શિકાના વસંતક કરતાં આ વસંતકના મનમાં રાજા વિશે વધુ ભક્તિભાવ જણાય છે. એને દાખલે આપણને આ નાટકમાં જોવા મળે છે. રાજા આનંદમાં હોય તે વસંતક આનંદિત થાય છે. રાજાની પ્રિય લતાને મહેર આવેલ જોઈ તે રાજાનું અભિનંદન કરે છે. સાગરિકાના મિલન માટેની બધી તૈયારી કર્યા પછી એ આનંદના સમાચાર કહેવા તે રાજા પાસે જાય છે. કૌશાંબીની રાજ્ય પ્રાપ્તિ કરતાં સાગરિકાની મુલાકાત રાજાને વધુ આનંદદાયક લાગે છે એ વસંતક જાણે છે. ઉદયન મદન જે સુંદર છે એનું વસંતકને અભિમાન છે. તે રાજાના સંદેશા પહોંચાડવાનું જ કામ કરતો નથી. રાજાને સાગરિકા વિશેને પ્રેમ સફળ થાય તે માટે તે સાચા દિલથી પ્રયત્ન કરે છે. સાગરિકાને વાસવદત્તાને વેષ પહેરાવી તેનું ઉદયન સાથે મિલન ગોઠવવાની યુક્તિ મૂળ કાંચનમાલા દાસીને સૂઝી હોય, તે પણ એને સફળ બનાવવામાં વસંતક મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ અણુને વખતે સાચી વાસવદત્તા પ્રત્યક્ષ હાજર થાય છે, તેથી આખી યોજના ભાંગી પડે છે એ વાત જુદી. ખરી રીતે વસંતકની. એમાં કોઈ ભૂલ હોતી નથી. પણ રાણીને મનાવવી કઠણ હોય છે. તે તે વસં. તકને જ આખી યોજનાને સૂત્રધાર માની બેસે છે. તેનાં હાથપગ બાંધી તેને સીધે કેદખાને તે મેકલી આપે છે. પોતે બહસ્પતિ જેવા હોંશિયાર હોવાનું વસંતકને અભિમાન હતું. રાજા અને સાગરિકાના મિલન માટે રચવામાં આવેલી યોજના સફળ થવી જ જોઈએ એવું તે ખાત્રીપૂર્વક માનતે હતે. પણ દુર્ભાગ્યથી આખી યેજના નિષ્ફળ નીવડે છે. આમ વસંતકને ભાગે નરી નિષ્ફળતા જ આવી હોય તે પણ તેથી કંઈ તેની રાજા વિશેની લાગણીઓ અને તેને મદદ કરવાના તેના પ્રયત્નમાં છેડી ઓછપ આવે છે ? માટે જ કાંચનમાલા દાસી કહે છે, જે પ્રમાણે મહામંત્રી યૌગ