________________ 262 વિદષક રાજાને ઉત્કંઠા હતી. વસંતકને આ વાતની જાણ થતાં તે થયેલા નુકસાનની ભરપાઈ કરે છે. મેનાનું ભાષણ હતું તેવું જ રાજાને તે બોલી બતાવે છે. એમાં બે બેનપણીઓને પ્રેમસંવાદ આવે છે. રાજાના મનમાં તેથી કુતૂહલ જાગે છે. તે મેનની શોધમાં નીકળે છે, અને કદલીગૃહમાં આવી પહોંચે છે. ત્યાં તેની સાગરિકા સાથે મુલાકાત થાય છે. આમ વસંતકની ભૂલ ખરી રીતે આનંદને પ્રસંગ સજે છે.. રાજા અને વસંતક જ્યારે મકરંદ ઉદ્યાનમાં હોય છે ત્યારે તેમને કશાકને અવાજ સંભળાય છે. રાજા માને છે કે એ ભમરાઓને ગુંજારવ હોવો જોઈએ, પણ એ સ્ત્રીઓના નૂપુરને ધ્વનિ હોઈ સ્ત્રીએ ઉદ્યાનમાં આવતી હોવી જોઈએ. એ વસંતક તર્ક કરે છે. સાગરિકા પાસે એક અમૂલ્ય રત્નમાલા હોય છે. તે ઉપરથી તે કઈ સામાન્ય દાસી નહીં પરંતુ કોઈ અજ્ઞાત રાજકુમારી હેવી જોઈએ. એવું તે માને છે. વસંતકનું આ અનુમાન બરાબર હોવાનું જણાય છે. તેથી તેને પિતાની હોશિયારી વર્ણવવાની એક વધુ તક મળે છે. એક વખત તે. વસંતકે મશ્કરીમાં કહેલા શબ્દો ભવિષ્યવાણી જેવા ખરા પડે છે. બીજા અંકમાં, ગુસ્સે થયેલી સાગરિકાનું મન રીઝવવાને રાજા પ્રયત્ન કરે છે. સાગરિકા જલદી પ્રસન્ન થતી નથી. તે જેઈ વસંતક મશ્કરીમાં કહે છે કે આ તે જાણે બીજી વાસવદત્તા રાણી જ લાગે છે ! પણ વાસવદતાનું નામ સાંભળતાં જ રાજા આંચકો લાગ્યો હોય તેમ ગંભરાય છે, અને સાગરિકાને હાથ છોડી દઈ દૂર ઊભો રહે છે. ગેરસમજને કારણે રાજાએ સાગરિકાને હાથ છોડ્યો હોય તે પણ એ એના ફાયદામાં જ હોય છે, કારણ કે થોડી વારમાં જ ત્યાં વાસવદત્તા. આવી પહોંચે છે. જે તે રાજાને પ્રણયારાધન કરતે જેત તે રાજાનું આવી બનત. વંસતકે અજાણતાં મશ્કરીમાં ઉચ્ચારેલા શબ્દોને લીધે એક ભયંકર પ્રસંગ પિતાની મેળે જ ટળે છે એ કાંઈ ઓછું નથી. કેઈપણ આનંદના પ્રસંગમાં વસંતકને પિતાની ભાવનાઓ દાબી રાખવી કઠણ પડે છે. તે પોતાના આનંદનું પ્રદર્શન કરે છે. શ્રીખંડદાસ નામના જાદુગરના. જાદુને લીધે રાજાની પ્રિય એવી નવમાલિકા લતાને મહાર આવે છે, અને તેથી રાણીની માધવી લતા તેની સામે ફિક્કી લાગે છે. વસંતક આનંદમાં આવી જાય છે. તે જાદુગરને અનેક ધન્યવાદ આપે છે. વસંતોત્સવના પ્રસંગમાં તે વસંતકના આનંદને કોઈ સીમા રહેતી નથી. સુંદર યુવતીઓ હાથમાં પિચકારી લઈ રંગ છાંટે છે. મૃદંગના તાલ પ્રમાણે તેઓ નાચે છે. બધે ગુલાલ ઇટાવાને લીધે દિશાએ લાલ રંગથી ભરાઈ ગઈ છે. વચમાં