________________ વસંતક ર૬૧ જાય છે. રાણી સ્વાભાવિક રીતે જ ચિત્રફલક વિશે પૂછે છે. વસંતકને પોતાની મૂર્ખતા સમજાય છે. પણ તે ઢાંકપિછોડો કરવાને પ્રયત્ન કરે છે. તે કહે છે કે મહારાજ પિતાનું ચિત્ર ચીતરવાના હતા. પણ પિતાનું ચિત્ર પોતે ચીતરવું એ કેટલું કઠણ છે ! વસંતક “સફેદ મારવાને” પ્રયત્ન કરે તે પણ વાત ઉઘાડી પડી જાય છે, કારણ કે ચિત્રફલક ઉપર રાજા અને નાયિકાના ચિત્રો સાથે સાથે હતાં. વસંતક રાણીને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે એક જ ચિત્ર છે, પણ રાણ બંને ચિત્રો જોતી હોવાને લીધે તે એનું કહેવું કેવી રીતે માની લે? વસંતક પિતાની જનેઈના સેગન ખાય છે, અને કહે છે કે સાગરિકાનું ચિત્ર ખરી રીતે રાજાએ ચિતર્યું નથી, પણ એને શો અર્થ? વસંતક કેવું ખરુંખોટું બેલી શકે છે તે રાણું બરાબર જાણે છે વસંતક તેને છેતરવાનો પ્રયત્ન કરે છે તેથી તે ખિજાય છે, અને ગુસ્સામાં ચાલી જાય છે. એક વાવાઝોડું આવ્યું અને ઝાઝું નુકસાન કર્યા વગર ગયું તેને લીધે વસંતક ખુશ થાય છે, પણ જે થયું તે ઠીક ન થયું એમ રાજને લાગે છે. રાણીને “વાવાઝે” કહી વસંતક પિતાને એની કેટલી બીક લાગે છે તે પ્રદર્શિત કરે છે. ખરી રીતે વસંતક સ્વભાવે જ બીકણ છે. એક વખત રાજા અને વસંતક ચિત્ર વિશે વાત કરતા હતા. રાણીની દાસી સુસંગતા તેમની વાતે સાંભળે છે, અને પછી મશ્કરીમાં તે બધી વાતે રાણીને કહી દેવાની ધમકી આપે છે. વસંતક એ ખરું માને છે, અને પિતે ખૂબ ગભરાઈ જાય છે. એટલું જ નહીં પણ સુસંગતાને કેાઈ બક્ષિસ આપી એનું મેં બંધ કરવાની રાજાને વિનંતી કરે છે. યુદ્ધનું વર્ણન સાંભળે તે પણ વસંતક ધ્રુજે છે. વિજયસેનાને તે યુદ્ધનું વર્ણન ટૂંકમાં પતાવવાનું કહે છે. યુદ્ધનું વર્ણન જવા દે. એક વખત બકુલ વૃક્ષ ઉપર એક મેના પોતે સાંભળેલા માણસના બોલ ફરી તેવા જ બોલતી હતી. તે સાંભળી વસંતક ગભરાઈ જાય છે. તેને લાગે છે કે ઝાડ ઉપર કોઈ ભૂત હેવું જોઈએ. રાજ તેને સમજાવે છે, તે પણ એની બીક જતી નથી. પછી વસંતકને પિતાને જ પોતાની ભૂલ જણાઈ આવે છે, ત્યારે તે ખિજાય છે, અને પિતાની લાકડી લઈ મેનાને મારી નાખવા તે ગુસ્સામાં નીકળી પડે છે. જેમ વસંતકને ભય અવાસ્તવિક છે તેમ તેના શૌર્યને આવિર્ભાવ પણ એ જ અસ્થાને હોય છે. સ્તનાવલીનો વસંતક બાશે અને બાલિશ હોય, તે પણ તે મુડથલ નથી. ઉપર વર્ણવેલા પ્રસંગમાં તેને લીધે મેના નકામી ઉડી ગઈ તેનું રાજાને માઠું લાગે છે, કારણ કે એના મધુર શબ્દોમાં બેલતી હતી. તેના શબ્દો સાંભળવાની