________________ રાયણ રાજના સંધિ અને વિગ્રહ (શાંતિ અને યુદ્ધ માટે કાળજી લે છે, તે જ પ્રમાણે વસંતક પણ તેમના જેવી જ, અથવા તેમના કરતાં વધુ કાળજી રાજાના સંધિ (એટલે કે રાજાનું સાગરિકા સાથેનું મિલન) અને વિગ્રહ (એટલે કે રાણું વાસવદતા સાર્થને વિગ્રહ) માટે લે છે !" આનંદ અને દુઃખના પ્રસંગમાં વસંતક રાજાને સાથ આપે છે. રાજા સાગરિકાને વધુ ન મળે તે માટે રાણીએ તેને કેદખાનામાં પૂરી દેવાનું વસંતક સુસંગતા મારફત જાણે છે, ત્યારે તેને દુઃખ થાય છે અને રડવું પણ આવે છે. તેનું મન રત્નમાલા લઈ જવા તૈયાર થતું નથી, પણ પછી સાગરિકાના વિરહમાં આ રત્નમાલા જ રાજાને સાંત્વન આપશે એવું માની તે રત્નમાલા રાજા પાસે લઈ જાય છે. અંતઃપુરમાં આગ લાગે છે અને સાગરિકા આગમાં ફસાય છે. તે જાણતાં જ રાજા ઉદયન આગમાં કુદી પડવાની તૈયારી કરે છે. તે વખતે વસંતક રાજાને રિકવાના બધા પ્રયત્ન કરે છે, પણ સાગરિકાને બચાવવા સિવાય બીજી કોઈ વાતનો રાજાને ખ્યાલ હેત નથી. તે આગમાં કુદી પડે છે. તે જોઈ રાણી પણ ભાન ભૂલે છે, અને તે પણ આગમાં પડવાની તૈયારી કરે છે. એવે વખતે વસંતક શાંત કેમ બેસી રહે ? તે રાણીની સામે ઊભો રહી કહે છે, “રાણીસાહેબ, તમે થોભો. હું પહેલાં આગમાં પડું છું, પછી તમે મારી પાછળ આવો.” ખરી રીતે અંતઃપુરમાં આગ લાગી ન હતી. જાદુગરે પોતાની માયાજાળ નિમી હતી. તેથી એ બનાવટી આગમાં કોઈને નુકસાન થતું નથી, અને બધા સહીસલામત બચી જાય છે. પરંતુ વસંતકે એ પ્રસંગમાં રાજા અને રાણી વિશે વ્યક્ત કરેલી પિતાની ભાવનાએ આપણું ધ્યાન ખેંચે છે. પ્રિયદર્શિકાના વસંતક કરતાં આ વસંતક વધુ બાલિશ છે. તે તાળીઓ પાડે છે, ચપટી વગાડે છે, ચીસો પાડે છે, નાચે છે. એ બધી ક્રિયાઓમાં તેની બાલિશતા જણાઈ આવે છે. તેના આનંદી સ્વભાવને લીધે તેનું સીધુંસાદું અંતઃકરણ વ્યક્ત થાય છે. વસંતકને રાજા વિશેને મિત્ર પ્રેમ બનાવટી નથી. રાજાને મદદ કરતાં વખત આવે તે તે પિતાના પ્રાણ આપવા પણ તૈયાર છે. ખરી રીતે તેની વાચાળતાને લીધે તેને આદર્શ મિત્રપ્રેમ ઢંકાઈ જાય છે. વસંતક સ્વભાવે સીધાસાદે હેય, તે પણ તે સામાન્ય નથી.