________________ 260 વિદૂષક થાય છે એ છે. એક વખત તે રાણીને ગુસ્સો વહેરી લે છે. તેને કેદખાનામાં જવું પડે છે. કેદખાનામાંથી છૂટયા પછી, તેને છૂટવા કરતાં પણ ખરે આનંદ તે હવે પેટ ભરી લાડવા ખાવા મળશે તેને થાય છે. વસંતકને કઈ વસ્તુ ભેટ તરીકે મળે, ત્યારે તે ખુશ થાય છે. કેદખાનામાંથી છૂટયા પછી તેને રેશમી વસ્ત્રો અને કાનમાં પહેરવાના કુડળ ભેટ તરીકે મળે છે. તેના આનંદમાં કેદખાનાની યાતનાઓ તે તરત જ ભૂલી જાય છે. તેને કઈ પણ કામ સોંપવામાં આવે તે તેનું મહેનતાણું તેને આપવું જ પડે. તેની પાસે નાયિકાનું ચિત્ર હોય છે. રાજા તે ચિત્ર માંગે છે. ત્યારે તે તરત જ કહે છે, પહેલાં બક્ષિસ આપે પછી ચિત્ર મળશે.” રાજા વસંતકને આ સ્વભાવ બરાબર જાણે છે. એક વખત, નાયિકાની તબીયત સારી છે અને તેની રાજા સાથે મુલાકાત થાય તે માટે પોતે વ્યવસ્થા કરી છે એવા આનંદના સમાચાર તે રાજાને જઈ કહે છે. રાજા પોતાની મેળે હાથમાંનુ સેનાનું કરું તેને બક્ષિસ આપે છે. વસંતક તે કડું પહેરે છે અને રાજાને રેફમાં કહે છે, હું હવે આ અસ્સલ સેનાનું કડું પહેરી હું મારી બ્રાહ્મણીને બતાવી આવું !" વસંતકને મે જમજ પ્રિય છે. ઉત્સવના પ્રસંગે તે દાસીઓ સાથે નાચે છે, અને પછી હાંફતે હાંફતે રાજા પાસે આવી પિતાનું પરાક્રમ વર્ણવે છે. પણ વસંતકને ખરેખર નાચતાં આવડે છે એવું રખે માતા ! એ તે દાસીઓ જ એને હાથ પકડી પોતાની સાથે નચાવે છે ! વસંતકને આ બાલિશ સ્વભાવ સામાન્યતઃ મનને આનંદ આપનારે હોય તે પણ કાઈક વખત રાજા તેને લીધે નકામો મુશ્કેલીમાં સપડાય છે. રાજાની નાયિકા સાથે કદલીગૃહમાં મુલાકાત થાય છે, તેથી રાજા આનંદમાં હોય છે. પણ અચાનક ત્યાં પાણી આવે છે, અને રાજાને આટલે બધો આનંદ શાને થે. તે પૂછે છે. ખરી રીતે રાણીને અચાનક આવેલી જોઈ બધાં ગૂંચવાઈ જાય છે. પણ રાજા હોંશિયારી વાપરે છે, અને કહે છે કે, પિતાની પ્રિય નવમાલિકા લતાને મહાર આવવાને લીધે પિતે ખુશીમાં છે. રાણીને એ વાત બરાબર લાગે છે. રાજાની સમજૂતીથી તેને સંતોષ થયે હેવાને કારણે એ પ્રસંગ ત્યાં જ પૂરે થાત, પણ “અપ્રિય બેલાચાલી’ ટળ્યાનો વસંતકને એટલે બધો આનંદ થાય છે કે તે બંને હાથ પહોળા કરી નાચવાની શરૂઆત કરે છે. ખરી રીતે, રાણી આવે છે એવું જાણતાં, રાજા વિદૂષકને ચિત્રફલક સંતાડવા આપે છે. વિદૂષકના નાચવાને લીધે તે નીચે પડે છે, અને તેથી જે છુપાવવા જેવું હતું તે છતું થઇ