________________ 9 વસંતક अयि ऋजुके, वसन्तकः खलु एषः / न जानासि त्वं एतस्य वक्रभणितानि / –રત્નાવલી, 2 આ વિદૂષક પણ એક મૂખ બ્રાહ્મણ છે. પરંતુ પ્રિયદર્શિકાના વસંતક કરતાં સ્વભાવે તે વધુ આનંદી છે. દેખાવમાં તે કદરૂપે હોવો જોઈએ. દૂરથી તેને આવાજ સાંભળીને કઈ તફાની વાંદરો આવ્યા હોય એવું સાગરિકાને લાગે છે. તેની બેનપણું તેને ખાત્રી આપે છે કે એ વાંદરો નહીં પણ રાજાને પ્રિય મિત્ર વસંતક જ છે, ત્યારે સાગરિકાની બીક ઓછી થાય છે. પછી એક વખત તે વસંતકને પ્રત્યક્ષ જુએ છે અને મશ્કરીમાં કહે છે, “વાહ ! શું રૂપ છે !" વસંતક મહોબ્રાહ્મણ, એટલે કે ખાલી નામને જ બ્રાહ્મણ છે એવું રાજાએ કરેલું વર્ણન યથાર્થ છે. વસંતકને “ગાથા” અને “ફ વરચેનો ફરક ખબર નથી. ભણવાની તેણે ઝાઝી માથાકૂટ કરી નથી. રાજાની દોસ્તી થવાને લીધે પોતાને જે બહુમાન મળ્યું તેને લીધે ફરી ભણવા માટેના કષ્ટ કરવાની તેને કઈ ગરજ ન હતી. વસંતેત્સવના આનંદમાં નૃત્યગાન કરતી દાસીઓને જોઈને તેને પણ ગાયન શિખવાની ઇરછા થાય છે. પહેલા તે તેને લાગે છે કે દાસીઓ ‘ચર્ચરી ગાય છે, પણ તેઓ દ્વિપદીખંડ ગાય છે એમ તેને એક દાસી કહે છે. દ્વિપદીખંડનું નામ સાંભળતાં વસંતકને લાડવાની યાદ આવે છે. તેને લાગે છે કે એ કોઈ ખાદ્યપદાર્થ હોવો જોઈએ, તેથી તેનો ઉત્સાહ વધે છે. પણ દાસી તેને દ્વિપદીખંડ એ ગાયનનો પ્રકાર હોવાનું બતાવે છે. તે કહે છે કે દિપદીખંડ શીખવા તે ખૂબ મહેનત કરવી પડે, ત્યારે વસંતક એ શીખવાની માથાકૂટ છોડી દે છે. એ નકામો ધંધે કેણ કરે ! પરંતુ દ્વિપદીખંડ નામ સામ સાંભળતાં જ વસંતકને લાડવાની યાદ આવે છે, અને મનમાં ને મનમાં કોઈ લાડવા વાળતું હોય એવું દશ્ય તેની આંખ સામે ખડું થાય છે. એમાં આ બ્રાહ્મણની ભોજનપ્રિયતા જણાઈ આવે છે. ખરી રીતે, વસંત્સવમાં વસંતક ખૂબ જ આનંદમાં રહે છે. તેનું કારણ તેને લીધે અનેક પારિતોષિકે અને ભેટ વસ્તુઓ મળવાની શક્યતા તેને માટે નિર્માણ