________________ ર૫૬ વિદુષક વસંતકનું બીકણપણું તેના સ્વભાવમાં જ હોવું જોઈએ, અથવા તે તેના. આરામપ્રિય સ્વભાવમાંથી પરિણમ્યું હોવું જોઈએ, કારણ કે આરામ એ તેના. જીવનને સ્થાયીભાવ હેઇ, તેના આરામમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચે તે તેને ગમતું નથી - પછી એ ખલેલ ગમે તે પ્રકારની હોય. પિતાની ઊંઘ બગડવાને લીધે હેય, કે પછી બંધનને વિચાર મનમાં આવવાને લીધે હોય, અથવા કઈ હલ્લાના અથવા શિક્ષાના ભયને લીધે હોય, પણ એક વખત એના મનમાં બીક પ્રવેશે કે તેનું બોલવું ચાલવું હાસ્યાસ્પદ બને છે. વસંતકના રવભાવનું એક બીજું પણ પાસું છે. જ્યારે તે રાજ સાથે બાગમાં ફરતા હોય, ત્યારે તેની કવિદષ્ટિ ખીલી ઊઠે છે. ઉદ્યાનમાંના સપ્તપર્ણ વૃક્ષ એનું ધ્યાન ખેંચે છે. એમનાં ખરી પડતાં ફૂલ, અને એમાંસામાં પાનેમાંની ખાલી જગ્યામાંથી નીચે ટપકી પડતાં વરસાદના ટીપાં એ ઝીણવટભરી નજરે નિહાળે છે, અને તેમાંનું સૌદર્ય રાજાને બતાવે છે. વિદૂષકનું અવલોકન જોઈ રાજાને પણ કવિઆત્મા પ્રેરણું પામે છે, અને ઉદ્યાનનું તે રમણીય વર્ષાસુંદરીના રૂપમાં સુંદર વર્ણન કરે છે. કુદરતનું સૌદર્ય નિહાળ્યા પછી વસંતકની નજર માનવી સૌંદર્ય તરફ વળે છે. ઉદ્યાનમાં ધીમી ચાલે ચાલતી આરયિકા. તેને ઉદ્યાનપરી લાગે છે, ફૂલેની સુવાસથી મહેકતે તેને કેશકલાપ તેને ભ્રમરોની હાર જેવો લાગે છે. અને તેના આછા રાતા હાથ તેને પરવાળાની લતા જેવા લાગે છે. તળાવમાં કમળ તેડવા જયારે તે પોતાને હાથ પાણીમાં ડુબાવે, છે ત્યારે, તેના ગુલાબી સૌંદર્ય વડે કમળનું સૌંદર્ય ઢંકાઈ જાય છે ! વસંતકની આ અવલોકન શક્તિ તેની સૌંદર્યદષ્ટિને આપણને ખ્યાલ આપે છે. વસંતકનું મન કવિકલ્પનામાં રમમાણ થતું હોય તે પણ તે જગતની વ્યાવહારિક બાબતે ભૂલતો નથી. રાજાને તેના પ્રેમમાં મદદ કરવા તે તૈયાર છે. રાજા વિરહાવસ્થામાં હોય છે, ત્યારે વસંતકના મનમાં તેને વિશે સહાનુભૂતિ હોય છે. આરયિકાને શેાધી કાઢવાનું કામ તે પિતાને માથે લે છે. આરયિકા અને દિવરિકા નામની દાસી ઉદ્યાનમાં આવ્યા હોવાનું પ્રથમ વસંતક જ જાણે છે. ભ્રમરે આરયિકાને સતાવે છે, ત્યારે તેમના ત્રાસમાંથી છૂટવા તે પિતાનું મુખ અવગુંઠનથી ઢાંકી દે છે. આ પ્રસંગ વસંતકને મન અત્યંત રમણીય હોઈ, તે રાજાને એક સરસ કલ્પના કહે છે. તે કહે છે કે આરયિકા અત્યારે ખૂબ જ ગભરાઈ ગઈ છે, અને એણે પોતાનું મુખ પણ ઢાંકી દીધું છે, એવે વખતે આપ એની પાસે જાઓ, તે તે ઇદિવરિકા સમજી ભેટી પડશે, અને આપનું પણ કામ થશે !" વસતકની આ કલ્પના ખરેખર રાજાને ગમી જાય છે,