________________ 254 વિદૂષક દાસીને બેચાર ગાળે સંભળાવી નૃત્યપ્રયોગની આ કચકચ ટાળી નિરાંતે ઊંઘવા સંગીતશાળાથી દૂર તે ચાલ્યા જાય છે. સ્વાદિષ્ટ ભોજનની માફક આરામ પણ વસંતકને પ્રિય છે. વસંતક ખાલી શરીરથી નહીં બુદ્ધિથી પણ સ્વસ્થ છે. એક વખત રાજાને પતે વાસવદત્તા ઉપર પ્રેમ કરતો હતો તે વખતના દિવસો યાદ આવે છે. તે વખતે, પિતે કેદમાં પુરાયા હોવા છતાં પોતે કેવી રીતે સુખી હતા, અને ત્યાં પિતાને વાસવદત્તા જેવી સુંદરી સાચે કેવી રીતે ભેટે થયે તેનું વર્ણન રાજા વિદૂષક પાસે કરે છે. વસંતક તેને ત્રાસીને પૂછે છે કે આપને જ્યારે હાથીની માફક પકડવામાં આવ્યા, ત્યારે આપે બહાર નીકળવા માટે વલખાં માર્યા, પગે બેડીઓ પડ્યા પછી આપના મેનું પાણી સુકાઈ ગયું, આપની આંખો કેવી લાલ ચળ થઈ ગઈ અને મનને કેવું દુઃખ થયું તે આપ ભૂલી ગયા લાગે છે. તે પછી, કારાવાસની આટલી સ્તુતિ શા માટે ? “રાજા એને કહે છે કે ભલા માણસ વાસવદત્તાનો પ્રેમ મળ્યા પછી કારાવાસનું ઉપવનમાં પરિવર્તન થયું હતું !" તે પછી...” વિદૂષક રાજાની વાતમાં કોઈ મેળ નથી, તર્કસંગતિ નથી, એવું બતાવતે રાકમાં કહે છે, તે કેદખાનામાં રહેલ વર્મા (નાયિકાના પિતા) વિશે આપને દુખ થવાનું કારણ શું ? જે વસ્તુ એકને લાગુ પડે તે બીજાને લાગુ અપડવી જોઈએ એવી વસંતકની દલીલ છે. વસંતકનું એ અજબ તર્કશાસ્ત્ર સાંભળી રાજા પણ બહુ ડાહ્યા છો' એ શેર એના વિશે મારે છે. રાજ અને નાયિકાનું ગુપ્ત મિલન થાય તે માટે એક બાજી રચવામાં આવી હતી. રાજમહેલમાં નૃત્યાભિનયને એક કાર્યકમ યોજવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય સ્ત્રીને ભાગ નાયિકા ભજવવાની હતી, અને તેની સખી અને રાજાની વિશ્વાસ દાસી મને રમા નાયકનો ભાગ ભજવવાની હતી. ખરો કાર્યક્રમ શરૂ થાય તે વખતે મને રમાએ સંગીતશાળામાં જ બેસી રહેવું, અને રાજાએ નાયકની ભૂમિકામાં હાજર થવું, એવું ભેજના પ્રમાણે નક્કી થયું હતું. આ બાજી સફળ નીવડત પણ વસંતક કાર્યક્રમ શરૂ થાય તે વખતે ઊંઘમાં બબડે છે, અને તેથી પૂર્વનિયોજિત યોજના બધા જાણી જાય છે. જ્યારે બધી પોલ ખુલી જાય છે, ત્યારે વાસવદત્તાની દાસી મનોરમા પિતે કાંઈ જાણતી નથી એવું કહી છૂટી જાય છે. આખરે વસંતક પકડાય છે ત્યારે તે રાણીને બધી વાત સમજાવવાને પ્રયત્ન કરે છે, પણ તેથી કોઈ ફાયદો થતો નથી. બધા વસંતક ઉપર તૂટી પડે છે, અને આખી યોજનાને સૂત્રધાર વસંતક જ હોવો જોઈએ એ વિશે વાસવદત્તાને ખાતરી થાય છે. તે તેને કેદખાનામાં પૂરવાને હુકમ કરે છે. કેદખાનામાં