________________ 8 વસંતક મુર્ણ, શa: પરિહારવા –પ્રિયદર્શિકા, 3. વસંતક બ્રાહ્મણ છે. વિદ્યાને નામે તે મીંડુ છે. પરંતુ ક્યાંય દક્ષિણ કેભેટ મળવાની હેય તે દેડધામ કરી મોખરે રહેવામાં એને પહેલો નંબર જોઈ લે. રાણી વાસવદત્તા તરફથી સ્વસ્તિવાચનનું આમંત્રણ મળતાં તે હર્ષઘેલો. થઈ જાય છે. એ આનંદના ઘેનમાં તે પોતાના મિત્ર રાજા ઉલ્યન પાસે આવી . પિતાની વિદ્વત્તાની બડાઈ મારે છે “જોયું? રાજવાડામાં ચાર પાંચ કે છ દેનું અધ્યયન કરેલા બ્રાહ્મણે પડયા હશે, પણ રાણીએ આમંત્રણ આપ્યું હોય તે તે બીજા કેઈને નહીં !' વિદૂષકનું વક્તવ્ય સાંભળી રાજાને હસવું આવે છે, અને તે કહે છે, “તેં કહેલી વેદોની સંખ્યા ઉપરથી જ તું બ્રાહ્મણ હોવાનું સિદ્ધ થાય છે. તે માટે બીજા પુરાવાની જરૂર જ નથી.” વસંતક પિતાના મનમાં પિતાની લાયકાત જાણે છે. પણ પિતાને ધંધે કેમ ચલાવવો એ પણ તેને બરાબર આવડે છે. રાણીનું આમન્ત્રણ મળતાં જ ધારાગૃહ પાસેના કૂવા ઉપર તે સ્નાન કરે છે. અને મંત્ર ઉચારતો હોય એવા હોઠ ફફડાવતે તે “કૂકડેક કરનારા, મરઘાની માફક સવારના પહોરમાં રાણુ સામે હાજર થાય છે. બરાબર છે, જે. તે એટલું પણ ન કરી શકે તે તેના જેવા બ્રાહ્મણે પિતાનું પેટ કેમ ભરે ? વસંતકને સૌંદર્ય પારખતાં આવડતું નથી. એમ નથી પરંતુ આરયિકાને અભિનય જોવાને ઉત્સાહ તેના દિલમાં નથી. કારણ કે જયારથી રાજા આરયિકાના. પ્રેમમાં પડે ત્યારથી તેના ચિંતનમાં રાજા સાથે વસંતકને પણ અનેક રાતના ઉજાગર કરવા પડ્યા છે. અભિનયપ્રદર્શનના નિમિત્તે આરિટ્યકાને જોવાની એક વધારાની તક રાજને મળે છે. પણ પ્રેમમાં પડેલા રાજાઓ પોતાની જાતને કેવી રીતે હાસ્યાસ્પદ બનાવતા, અને રાજમહેલમાંની સામાન્ય દાસીઓ પણ. તેમને કેવી રીતે પિતાની આંગળીઓ પર નચાવતી તે વસંતક બરાબર જાણે છે. પ્રેયસીને મળીને રાજાને સુખ થતું હોય તે વસંતકને કોઈ હરકત નથી, ફક્ત, પોતાને ઉજાગરો ન થાય અથવા પિતાની આરામમાં ખલેલ ન પહોંચે એ જ એની ઈરછા છે, અને તેથી નૃત્યપ્રયોગની શરૂઆત થાય તે પહેલાં જ તે આરામથી સૂઈ જાય છે! દાસી મનોરમા આવી તેને ઉઠાડે છે, ત્યારે તે ખૂબ ખિજાય છે.