________________ મૈત્રેય 25s પણ મૈત્રેયનું એ વ્યથિત ડહાપણ કેટના કાગળીયા પુરાવા સામે ફિકકું પડે છે. અન્યાયથી સંતપ્ત થયેલ તેનું દુઃખી મન કુદ્ધ થઈ જાય છે અને તે ક્રોધમાં ગાંડે બનેલ મિત્રેય પિતાને રોષ દુષ્ટ શિકાર ઉપર ઠાલવે છે. ન્યાયાલયના શિષ્ટાચાર અને ગાંભીર્યને તે બાજુ ઉપર મૂકી દે છે. અને શિકાર ઉપર ગાળાને વરસાદ . વરસાવે છે. શિકારના અંતઃકરણ જેવી પોતાની કુટિલ લાકડી લઈ તે કારનું માથું ફેડવા આગળ ધસે છે. મૈત્રેયના એ ક્રોધને લીધે અને અજાણતા તેની થયેલી ભૂલને લીધે ચારુદત્તને વધુ શિક્ષા થાય છે, એ તેનું નહીં, પણ ગરીબ માણસનું ભેળા અંતઃકરણનું દુર્ભાગ્ય છે. ચારુદત્તને શૂળી ઉપર ચઢાવવાની શિક્ષા ફરમાવવામાં આવે છે. મૈત્રેયને હવે જીવન નીરસ લાગે છે. જીવન સુધી જેને સંગાથ આપે તેને મરણને રસ્તે એકલો છોડી દે તે તેને કેમ પાલવે ? મૂળ કપાઈ ગયા પછી વૃક્ષ કેમ જીવી શકે ? કેવળ ચારુદત્તના શબ્દો ખાતર રેહસેનની તેની સાથે મુલાકાત કરી આપવા પૂરંતુ જીવતા રહેવાનું મૈત્રેય નક્કી કરે છે. વધસ્થાને જામેલી એ માનવમેદનીમાં રેહસેનને હાથ પકડી, ગિરદીમાં ધકકા ખાતે તે ચારુદત્ત પાસે આવી પહોંચે છે. આજ સુધી તેણે ચારુદત્તના શબ્દનું ઉલ્લંઘન કર્યું ન હતું, પણ આજે જીવનમાં પહેલીવાર જ તે ચારુદત્તને ચોખું સંભળાવે છે કે તેની પાછળ રાહસેનના રક્ષણ માટે તે જીવી શકે તેમ નથી. રોહસેનને તેની માને સોંપી પિતાની જાતને જવાબદારીમાંથી મુક્ત કરી ચારુદત્તને અંતિમમાગે પણ સાથ આપવાને તેણે નિર્ણય કર્યો છે. પિતાના મનને નિશ્ચય કરી તે આર્યાં ધૂતા પાસે આવે છે. પણ ધૂતાએ ચિતા રચી હોય છે, અને તે સતી થવાની તૈયારીમાં હોય છે. નસીબને આ નિષ્ફર અને અકલ્પિત ખેલ જોઈ મૈત્રેયની અત્યાર સુધી જાળવી રાખેલી હિંમત છૂટી પડે છે. પતિના શબ સિવાય આ સ્ત્રી સતી થઈ શકે નહીં, એ શાસ્ત્રવચન કહી તેને સમજાવવાને તે પ્રયત્ન કરે છે, પણ ધૂતા એકની બે થતી નથી. આખરે આ બાઘે જણાતો બ્રાહ્મણ અગ્નિ જેવા બ્રહ્મતેજને અને મૃત્યુને પણ લજાવતે હિંમતથી તેને આજ્ઞા કરે છે–દેઈપણ ધાર્મિક વિધિમાં અગ્રેસર થવાને હકક બ્રાહ્મણને છે. હું પહેલાં અગ્નિમાં પ્રવેશું છું, આપ મારી પાછળ આવો !' ગરીબીને લીધે હેરાન થયેલ ચારુદત્તને પિતાના જીવનમાં પડછાયાની માફક સાથ આપનારી પોતાની પત્ની, અને સુખદુઃખમાં સહભાગી થનાર પ્રિય મિત્ર, મૈત્રેયની યાદ આશાનું નવું કિરણ આહુતી. મૈત્રેયમાં એને માણસાઈના દીવા.