________________ ય 249 એમાં પશુ, પક્ષી, પ્રાણી અને બધા પ્રકારના માણસે આવી જાય છે. માટીના ફથી માંડી સ્વર્ગ સુધી, ફૂલથી માંડી તારાઓ સુધી, જડ સૃષ્ટિથી ચેતન માનવી સુધી અને પ્રાણીમાત્રથી માંડી દેવ આદિ સુધી - બધા ઉપર તેની અકુંઠિત નજર ફરી વળી છે. અને એ અવલોકનમાંથી ખુલ્લા દિલને ઉદાત્ત વિનોદ તેમ જ તીર્ણ ઉપહાસ નિર્માણ થયું છે. મૈત્રેય જીવનને વિદી ભાષ્યકાર છે. મૈત્રેયની વિદુષકી મૂર્તિ આખા નાટકમાં એક જાણકાર ડાહ્યા માણસની માફક ફરી વળે છે, અને પરિહાસ, ઉપહાસ, તીખી ટીકા, કે વ્યવહારુ ડહાપણને રંગબેરંગી ફુવારા બધે છોડે છે. મૈત્રેય એ કેવળ હાસ્યવિષય બનેલ, વિદૂષકી ડગલે ચઢાવેલે વિદૂષક નથી. તેને વાંકાચૂંકા માથામાં અને ભૂખ જણાતી બુદ્ધિમાં ડહાપણના ઝરા વહે છે–જે ડહાપણુ નિશાળમાં જઈ ભણી શકાય નહીં, પુસ્તકે વાંચી મેળવી શકાય નહીં. આંખ, કાન અને અંતઃકરણ ઉઘાડા રાખી, જગતને સુખદુઃખથી ભરેલો વ્યવહાર નિહાળી અનુભવોથી પ્રાપ્ત કરવું પડતું ડહાપણ આપણને મૈત્રેયમાં એકઠું થયેલું જણાય છે. મિત્રય મૂખ જેવું વર્તે છે. અરિસામાં જેમ મૂળ વસ્તુનું પ્રતિબિંબ ઊલટું પડે, તેમ મિત્રેયની બાબતમાં પણ તે ધારે છે એક અને થાય છે બીજું. મશ્કરીને પણ વખત અને પરિસ્થિતિની મર્યાદા હોય છે, એ વાત તે પોતાના જીવનમાં ઉતારી શકતા નથી, અને તેથી વસંતસેનાની તે અકારણ ગમે તેવી મશ્કરી કરે છે. આમ, મૈત્રેયના વ્યક્તિત્વને તેની પિતાની મર્યાદાઓ હશે, પરંતુ તેના ઉદ્ગારોમાં તત્ત્વચિંતકની ગંભીરતા છે, સુજ્ઞ દ્રષ્ટાની વ્યાપકતા છે, અનુભવીના ડહાપણને સાર છે. નકામા કેાઈને લાગી આવે એવા બેલ બોલવાને તેને હેતુ નથી. બહારથી દેખાવે તે બાઘો હોય, તે પણ અંદરથી તે ડાહ્યો છે. તેની પાસે વિવિધ કળાઓ રહેલી છે. હાસ્યાસ્પદ હોવા છતાં, બધાની હાંસી ઉડાવનાર, મૈત્રેયની બાબતમાં પણ આપણે શેક્સપિયરના ટચસ્ટોન પ્રમાણે– ..in his brain ........ he hath strange places cramm'd with observations..........." એમ કહી શકાય. આમ બહારથી મૂખ લાગે તે પણ મિત્રેયમાં અસામાન્ય બુદ્ધિ રહેલી છે. કઈને એમાં વિસંગતિ જણાશે, પરંતુ એવી વિસંગતિ જીવનના વિદી ભાષ્યકારને પ્રાણ હોય છે, કારણકે વિસંગતિ એજ વિનોદને મૂળ પાયે છે.