________________ 248 વિદૂષક આ તેની લોભિયાવૃત્તિ જોઈ મૈત્રેયને વેશ્યાઓ વિશેને કડવો મત વધુ દૃઢ બને છે. ચારુદત્ત ગણિકાને સાથ છોડી દે તે માટે તે તેને વખતોવખત કહે છે. મૈત્રેય ચારુદત્ત અને વસંતસેનાને પરસ્પર અસીમ પ્રેમ જાણૉ હોવા છતાં, તેમ જ વસંતસેનાના વ્યક્તિગત ગુણોને તેને પરિચય હોવા છતાં, તે પિતાને ગણિકાઓ વિશેને મત બદલતું નથી અને વસંતસેનાની કડવી, તીખી મશ્કરી ચાલુ રાખે છે. વસંતસેના ગાડીમાં બેસી ચારુદત્તને ત્યાં આવે છે, ત્યારે ચારુદત્ત મૈત્રેયને તેને ગાડીમાંથી ઉતારી લેવાનું કહે છે, પણ મૈત્રેય કહે છે, એના પગ શું તૂટી ગયા છે ? એને પિતાને પગે ઉતરતા શું થાય છે?” મુસળધાર વરસાદ વરસતા હોય તે વખતે કોઈને આશરો આપવો એ ફક્ત આતિથ્યની દષ્ટિએ નહીં તે માણસાઈની દૃષ્ટિએ પણ આવશ્યક કહેવાય, પણ વરસાદ હોવાને લીધે વસંતસેના ચારુદત્તને ત્યાં રોકાઈ જાય છે ત્યારે મૈત્રેય તેને નફફટ થઈ પૂછે છે, “રાતે આપને અહીં જ રહેવાને વિચાર લાગે છે !' મનેય આવા જડબાતોડ, સ્ત્રીદાક્ષિણ્યવિરહિત, અને કેઈની પણ ફિકર ન કરનારા ઉદ્ધત ઉગારે ઘણી વખત કાઢે, તે પણ તેના મનમાં કઈ વિશિષ્ટ વ્યક્તિ વિશે પૂર્વગ્રહ નથી. ખરી રીતે, બધી ગણિકાઓ માટે તેને સર્વસામાન્ય મત જ ખરાબ છે. તે પોતે એક વખત કહે છે, “મૂળ વગર વધનારી કમલલતા, ન છેતરનાર વેપારી, સોનું ન ચરનાર સની, જ્યાં લડવાડ ન થતી હોય એવું ગામડું અને લેભી ન હોય એવી વેશ્યા - દવા ખાતર પણ મળવા મુશ્કેલ છે.” આમ સંપત્તિ અને ગણિકા વિશેનું મન કલુષિત થયું છે, અને તેથી મિત્રેય તેમની ટીકા કરતા હોય તે પણ તેની ટીકામાં અનુભવીનું શાણપણ છે. ઉપહાસ કરવાની ખેલદિલી છે. સામાન્ય રીતે, તેની ટીકાના આ બે મુખ્ય વિષય હોય તે પણ તેના અવલોકનને વિષયનું બંધન નથી. તેની માર્મિક અને ઉપહાસથી પરિપૂર્ણ દૃષ્ટિ કેઈપણ પ્રસંગ, વસ્તુ અથવા વ્યક્તિમાંની વિસંગતિને ઝડપી લે છે. તેની દૃષ્ટિમાંથી અથવા તેના ચિંતનમાંથી ભાગ્યે જ કોઈ વસ્તુ છટકી શકે. એકબીજાને વળીને નમસ્કાર કરતાં ચારુદત્ત અને વસંતસેનાને જોઈ તેને ખેતરમાં પવનને લીધે નીચા નમી જતા અનાજના છેડ યાદ આવે છે. રસ્તા ઉપર વસંતસેના અને ચારુદત્તને જતાં તે ઠમકતી કલહંસીની પાછળ આકઈક ચાલે ચાલતા રાજહંસની કપના તે કરે છે, અને બંનેની ખુલ્લા દિલથી મશ્કરી કરે છે. મશ્કરી કરતી વખતે ક્ષેત્રેય પિતાની જાતને પણ તેમાંથી બાતલ કરતે નથી એ વાત ખાસ નોંધવા જેવી છે. મૈત્રેયે ઉપહાસમાં વાપરેલી ઉપમા