________________ 246 વિદુષક જ પૂરું થતું નથી. તેના ચિત્રણમાં શુદ્ધકે આર રંગ ભર્યા છે. તે બધાને પરિચય. કરી લીધા વિના મિત્રેયનું સમગ્ર દર્શન આપણને થઈ શકે નહી; મૈત્રેય બાધે , તે પણ તેની દષ્ટિ સૂક્ષ્મ છે. જાત અનુભવેથી મેળવેલું શાણપણ– જગત અને જીવન વિશેનું નક્કર જ્ઞાન– તેના મગજમાં ભરેલું છે. તે સાથે જ, જે આંખે જણાય તેની છડેચક ટીકા કરવાની હિંમત તેનામાં રહેલી છે. તેની જીભ હંમેશા ચાલુ રહે છે, અને જે સામે જણાય તે ઉપર તે. પ્રહારો કરે છે. મૈત્રેયની ટીકાના બે મુખ્ય વિષય છે– પૈસે અને વેશ્યા. પૈસા વિષે મૈત્રેયના મનમાં તિરસ્કાર છે. એક વખત એ હતું કે ચારદત્તને ત્યાં પૈસાની રેલમછેલ હતી. પણ દુર્ભાગ્યથી એને માથે ગરીબી આવી પડી. ચારુદત્તને આશ્રયે રહેનારા માણસનું જીવન સુકાઈ ગયું. દારિદ્રપને ભોગ. બન્યો હોવાને કારણે પણ હય, પણ મૈત્રેયને સંપત્તિ વિશે તિરસ્કાર છે. પરંતુ દારિદ્રયે ચારુદત્તને નિરાશાવાદી બનાવ્ય, મૈત્રેય નિરાશાવાદી બન્યો નથી. ચારુદતની માફક ગતવૈભવ યાદ કરી તે હતાશ થતો નથી, કે વખત બદલાવાને લીધે પિતાનું મોં ફેરવી લેનાર સ્વાથી અને નિષ્ઠુર લેકેને જોઈને તે વ્યાકુળ થતું નથી. જૂને વૈભવ નાશ પામી ખરાબ દિવસે આગ્યા એનું દુઃખ તેને નહીં થતું હોય? ગરીબીને લીધે ચારુદત્તના જીવનમાં પ્રવેશેલી નિરાશાઓએ તેને ડે વિચાર કરતા કરી દીધે. પરંતુ મૈત્રેયે એક ફિલસૂફની માફક સંપત્તિનું તાવિક સ્વરૂપ એળખું. મનુષ્યના જીવનમાં આવતા ગરીબાઈનાં કષ્ટ અને દુઃખને તે તટસ્થતાથી અને તુરછતાથી જોવા લાગ્યો. ચારુદત્ત દુઃખમાં રહે છે, પરંતુ મૈત્રેય સંપત્તિની મશ્કરી કરે છે. તે કહે છે કે સંપત્તિ તે “કલ્યવત એટલે સવારના નાસ્તા જેવી છે ! એનાથી તે કઈ દિવસ ભૂખ પૂરી થતી હશે ! જંગલમાં રખડતાં ગોવાળના છોકરાં જેમ મધમાખીઓ પિતાને ન કરડી ખાય એવે ઠેકાણે જ જાય તેમ સંપત્તિ પણ એને કાઈ ન ઉપભાગી શકે એવું ઠેકાણે જ જઈ બેસવાની ! આ પ્રમાણે લક્ષ્મીનું ચંચળ સ્વરૂપ એણે ઓળખ્યું હોવાને લીધે, પૈસાના આંકડા ઉપરથી માણસની મોટાઈ નક્કી કરનાર સમાજની વ્યવહારુ વૃત્તિએ તેને આકળો બનાવ્યો નથી. એથી વિરૂદ્ધ તેનામાં એક પ્રકારની બેદરકાર તુરછતા પ્રવેશી છે. વસંતસેન પાસે અઢળક પૈસો હોવા છતાં, કે આવે તો “આવો. બેસો” કહેવાની અથવા પાણીને પ્યાલો સામે ધરવાની સાદી, વર્તણક તે બતાવી શકતી નથી, એ જોતાં મૈત્રેયના મનમાં ગુસ્સે આ હેય. તે પણ તેમાં અનપેક્ષિત એવું કાંઈ નથી એવું તેને લાગે છે. ગરીબ માણસે. કાંઈ નહીં તે શબ્દોના દિલદાર હોય છે. મનની કંજૂસાઈ શ્રીમંતના ઘર