________________ 247 મૈત્રેય સિવાય બીજે કયાં જોવા મળવાની ? તેથી વસંતસેના અને તેના કુટુંબીઓ માટે મૈત્રેયના મનમાં જરાયે સહાનુભૂતિ નથી. વસંતસેનાના મહેલમાંની સમૃદ્ધિ જોઈ તે અંજાઈ ગયો હોય, તે પણ તેમાં તેનું મન અટવાયું નથી. એ ભવનમાં રહેતાં હશે જેણે સેવ્યા ચરણુ ભગવંતના !" એ વસ્તુસ્થિતિને મૈત્રેયને ખ્યાલ છે. પૂર્વજન્મના પુણ્ય વગર અથવા કેઈ ત૫. વગર પોતાને વસંતસેનાના ભાઈને જન્મ મળી શકે નહીં એ તે કબૂલ કરે છે.. અર્થાત એવા સુખ માટે તેનું મન લલચાયું નથી એવું નથી, પણ મશાનમાં ખીલેલાં ફૂલ કેઈ વીણી લાવતું નથી ! વસંતસેનાના ભાઈ પણ દૂરના ડુંગર જેવા જ રળિયામણું હોવાનું તે જાણે છે. શ્રીમંતાઈમાં બેડોળ રીતે વધેલી વસંતસેનાની માને તે કપર્દિક ડાકિની એટલે કે કેડીની પણ કિંમત ન હાય. એવી ડાકણ કહે છે. ખરી રીતે તે વસંતસેનાની માની મશ્કરી કરવામાં તેણે સામાન્ય સંયમ પણ જળવ્યો નથી. એનું વધી પડેલું મોટું પેટ જોઈને તે દાસીને પૂછે છે, “શિવલિંગ સ્થાપી એની આજુ બાજુ મંદિર બાંધવામાં આવે તેમ માજીને પણ ઓરડીમાં બેસાડી પછી જ બારણાં બનાવ્યાં હશે નહીં ?" મૈત્રેયની આ નફફટ મશ્કરી સાંભળી દાસી કહે છે કે માજીને રોગ થયો હોવાને લીધે તેમની આ સ્થિતિ થઈ છે. એ સાંભળી મૈત્રેય ફક્ત એટલું જ કહે છે કે આ મરે તે કાંઈ નહીં તે હજાર શિયાળ આના ઉપર પિતાનું પેટ ભરી શકશે.” વસંતસેનાએ આ અઢળક પૈસો કેવી રીતે મેળવ્યું તેનું મૈત્રેયને કુતૂહલ છે. તેમને સમુદ્ર ઉપર (પરદેશ) મોટે વેપાર ચાલતો હોવો જોઈએ એવું તે પહેલાં માને છે. પણ પછી પોતાની જાતને સુધારો કહે છે, “જુઓને, હું પણ કેવું મૂરખ જેવું પૂછું છું ! મદનરૂપી સમુદ્રના પ્રેમરૂપી જલમાં તરનારાં સ્તન. જઘન અને નિતંબ - એજ તમારાં મનહર વહાણે કહેવાય !" સંપત્તિ પ્રમાણે વેશ્યાને પણ મૈત્રેયે ઉપહાસ કર્યો છે. આ ઉપહાસમાં સૌમ્ય ટીકાની અથવા સભ્યતાની મર્યાદાઓ પણ તેણે પાળી નથી. ખરી રીતે તે, સાચું કહેવું, સ્પષ્ટ બોલવું, એ તે એને સ્વભાવધર્મ જ છે. એ કહે છે કે “વેશ્યા એટલે જેડામાં પેસેલી કાંકરી. બહાર કાઢતી વખતે પણ ખૂંચવાની તે ખરી જ !" વસંતસેનાને ઘેર તેને કડવો અનુભવ થાય છે. વસંતસેનાએ ચારુદત્તને જે દાગીના સંભાળવા આપ્યા હતા તે ચેરાઈ ગયા પછી, ચારુદત્ત તેને પોતાના પાસેની રતનમાલા બદલામાં તેને આપે છે, તે તે સ્વીકારી લે છે.