________________ :252 વિદૂષક જણાતા હતા. પિતાના ઉપર ખૂનને આરોપ કરવામાં આવેલો સાંભળી ચારુદત્તને કારમો આઘાત લાગે છે, અને તે વખતે તેને જે પહેલી યાદ આવે છે તે તેના પ્રેમાળ મિત્ર મૈત્રેયની, નહીં કે પિતાની ઉદાર પત્નીની અથવા વહાલા પુત્રની ! તેણે મૈત્રેય માટે વાપરેલે “સર્વામિત્ર’ શબ્દ યથાર્થ છે. જીવન ઉપર ભાષ્ય કર- નાર આ વિદૂષકમાં આપણને માણસાઈના ઉદાત્ત તેજનું જે દર્શન થાય છે તે જોતાં બહુ કહી તેને ન્યાયાલયની બહાર કાઢી મૂકનાર આંધળી ન્યાયસંસ્થા વિરુદ્ધ આપણું મનમાં પુણ્યપ્રપ જાગે, તે પણ જીવનમાં કાંઈક જીવવા જેવું -છે એવું લાગ્યા વિના રહેતું નથી.