________________ 244 વિદુષક ઐયને સાલે છે. મૈત્રેયના ભેજનપ્રેમમાં લેબિયાપણું જણાય, તેના ઉદ્ગારે હાસ્યજનક હોય તે પણ તેમાં કારુણ્ય છુપાયેલું છે. મિત્રેય સ્વભાવે બીકણ છે. રદનિકાની આબરુ લેનારાઓ સાથે તે લડે, તેમને મારવાની તે ધમકી આપે અથવા પિતાની લાકડી ઉગામી કબૂતરોને ઝડી કાઢવા તે તેમની પાછળ દોટ મૂકે, તે પણ મિત્રેયની એ બધી શૂરતા બનાવટી જ છે. પિતાની શરતા ઘરને આંગણે ભસતાં કૂતરાઓ જેવી હોવાનું તે કબૂલ કરે છે. મૈત્રેયને બીકણ સ્વભાવ છૂપે રહેતા નથી. તેને અંધારામાં બલિ મૂકવા જવું પડે છે, પણ દી હોય અને સાથે રદનિકા આવે તે જ તે જવા તૈયાર થાય છે. એક વખત શિકાર વસંતસેનાની પાછળ પડે છે ત્યારે તે રક્ષણ શોધતી ચાદરુત્તને ઘેર આવી પહોંચે છે. જ્યારે તે પાછી પિતાને ઘેર પાછી જવા નીકળે છે, ત્યારે ચારુદત્ત મૈત્રેયને તેને ઘેર મૂકી આવવા કહે છે. પણ મૈત્રેય કહે છે, “તમે જ જાઓ એને પહોંચાડવા ! કારણ કે તમે એની સાથે જાઓ ત્યારે કલહંસી પાછળ જનારા રાજહંસ જેવા લાગે છો !" મૈત્રેયના અંતઃકરણમાં ભીતિની ભાવના ખૂબ ઊંડે સુધી રહેલી છે. સાંજને વખતે વેશ્યા, ચેટ, વિટ તથા રાજાના પ્રિય માણસો રસ્તા ઉપર ફરતા હોય એવે વખતે જે પિતે બહાર નીકળે તે પોતાની અવસ્થા કાળસર્પના મુખમાં ફસાયેલા ઉંદર જેવી થશે એમ તેને લાગે છે. ચૌટા ઉપર મૂકેલા બલિ તરફ જેમ કૂતરાઓ ધસી જય, તેમ આ લેક પિતાની ઉપર તૂટી પડશે એવું તેને લાગે છે. મૈત્રેય બાઘે છે, અને તેનું આ બાઘાપણું તેના બીકણપણું જેવું જ જડ છે. વસંતસેના આવી પહોંરયાને સંદેશે ચેટ લઈ આવે છે અને તેને કહે છે - “અરે શુષ્ક તા. મૈત્રેય ગુંચવાઈ જાય છે. એ પૂછે છે gષા ? ચેટ જવાબ આપે છે “ષા સા' મૈત્રેય ગુસ્સે થઈ જાય છે, અને ચેટની મશ્કરી કરતાં એને કહે છે કે, “હાંફ ચઢેલ ઘરડા ડોસાની માફક સાંસાં શું કરે છે?” ચેટ પણ જડબાતોડ જવાબ આપે છે. એ કહે છે, “અને તું લોભી કાગડાની માફક કાકા કેમ કરે છે ? આમ મૈત્રેયે કરેલી ચેટની મશ્કરી પાછી તેને જ ગળે પડે છે. પછી વસંતસેના આવી પહોંચ્યાને સદેશે ચેટ તેને કેયડામાં કહે છે. એ એને પૂછે છે. નગરની રક્ષા કોણ કરે છે ? આંબાને મહેર કઈ ઋતુમાં આવે છે ? આ પ્રશ્નોના ઉત્તરો મિત્રેયને આવડતાં નથી, અને તે માટે તેને ચારુદત્ત પાસે જવું પડે છે. ચારુદત્ત પાસેથી તે આ પ્રશ્નોના સેના” અને “વસંત' એ ઉત્તરો શોધી લાવે છે. પછી, ચેટ કહે છે, “બે પદોને (=શબ્દ, પગ) જોડો' ત્યારે મિત્રેય