________________ 7 મૈત્રેય સર્વસ્ટમિત્ર મૈત્રેયઃ પ્રાતઃ | -મૃછકટિક, 1 अथवा नाहं दरिद्रः यस्य मम विभवानुगता भार्या सुखदुःखसुहृद् भवान् / -મૃછકટિક 3.8 મિત્રેય દેખાવે કદરૂપે છે. શિકારના મત પ્રમાણે તેનું માથું કાગડાના પગ જેવું છે. મૈત્રેય પોતે પોતાનું માથું ઊંટના ઘૂંટણ જેવું માને છે. મિત્રેય બીજ વિદૂષની માફક પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરતા નથી, કે બેટી બડાઈ મારતું નથી. બ્રાહ્મણને જન્મ લેવાને લીધે મંત્રપઠન, યજ્ઞયાગ પશુબંધ જેવા વૈદિક વાતાવરણની અસર તેના મન ઉપર થઈ છે. વસંતસેનાના મહેલને એટલે કાં ખાતે પહેરેગીર તેને સુખાસીન શ્રોત્રિય બ્રાહ્મણ જે લાગે છે. સંસ્કૃત બેલનારી સ્ત્રી અને “કાકલી” ગાનાર પુરુષ બંનેને જોઈને તેને હસવું આવે છે. સંસ્કૃત બોલનાર સ્ત્રી નાકમાં નાથ ચઢાવવાને લીધે શું કરતી ગાય જેવી તેને લાગે છે, અને ઝીણું સ્વરમાં ગાનાર પુરુષ ચીમળાયેલા કુલની માળા પહેરી મંત્ર જપનાર ઘરડા ગારમહારાજ જે તેને લાગે છે. બંને તેને જરાયે પસંદ નથી. વસંતસેનાના મહેલમાં આમથી તેમ ફરતાં તે ખુશ થઈ જાય છે ! રાવણ જેવા પરાક્રમી રાજાને પણ પુષ્પક વિમાન મેળવવા માટે ઘણી તપશ્ચર્યા કરવી પડી હતી. પરંતુ મેયને તે કોઈપણ મહેનત વગર સ્ત્રીપુરુષોની વચમાં સ્વર્ગતુલ્ય પ્રાસાદમાં આમતેમ આબમાં ફરવા મળ્યું છે. મંત્રપઠન અને જપ જાય જેવા બ્રહ્મક્તાનું નાટક કરી, કેવળ પિતાના બ્રાહ્મણપણું ઉપર પરિપુષ્ટ થયેલ આળસુ અને સુખાસીન જીવનની ટેવવાળા બ્રાહ્મણની મશ્કરી ઉપર્યુક્ત વર્ણનમાં આપણને જોવા મળે છે. ભિલકાનું ગાયન સાંભળી પાછા આવેલ ચાદરુત્તના પગ ધોવા માટે તેને નોકર પાણી લઈ આવે છે, અને મૈત્રેયને જરા પગ ધોવા માટે કહે છે. તે સાંભળી મૈત્રેય એકદમ ગુસ્સે થઈ કહે છે, “ઓ મૂરખનો સરદાર, તું નેકર હોવાને લીધે પાણી લઈ આવે એ ઠીક, પણ મારા જેવા બ્રાહ્મણને બીજાના પગ દેવાનું કહેતાં શરમ નથી આવતી?” પિતાને કાંઈ પણ ન આવડતું હોય તે પણ મૈત્રેયને બ્રાહ્મણ હોવા વિશેનું અભિમાન કાંઈ ઓછું નથી. પણ એ પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરતો નથી, અને જ્યાં ત્યાં પિતાના બ્રાહ્મણપણની બડાઈ પણ મારતે નથી.