________________ ભાગ્ય 14t માને છે “વસુમતી આવે છે એમ સાંભળતા જ તે ઊભી પૂછડીએ નાસે છે. દુષ્યન્તને સંદેશ પહોંચાડવા તે હંસાદિકાના મહેલમાં જવા રાજી નથી, કારણ કે તેને ખબર છે કે, રાણીની દાસીએ એને ઘેરે એટલે પછી, અપ્સરાઓને હાથે પડેલા વિરાગીને જેમ મોક્ષની આશા છોડી દેવી પડે, તેમ પિતાને પણ મોક્ષનો આશા છોડી દેવી પડશે. છતાં દુષ્યન્તના આગ્રહ ખાતર તે ત્યાં જાય છે. દાસીએ કરેલી તેની મશ્કરી જેમ તે ટાળી શકતો નથી, તેમ માતલિએ તેને આપેલે માર પણ તે ટાળી શકતું નથી. આ મૂરખને પોતાના પ્રેમની કોઈ વાત કહેવા જેવી નથી, એવું દુષ્યન્તને લાગે છે. કાલિદાસે પણ નાટકની કથાવસ્તુના વિકાસ માટે માઢવ્યની મૂર્ખતા કરતાં તેની ગેરહાજરીને જ વધુ ઉપયોગ કર્યો છે. આ નાટકમાં વિદૂષક ફક્ત ત્રણ વખત જ આવે છે, અને દરેક વખતે તેના જવાને લીધે કથાવસ્તુને ગતિ અથવા મહત્વને વળાંક મળે છે. ઘણુ પ્રસંગોમાં આપણે માઢવ્યની મશ્કરી થયેલી જોઈએ છીએ, પણ એની ફજેતીના પ્રસંગે પણ બને છે. કાલિદાસે એવા. પ્રસંગે રંગભૂમિ ઉપર બતાવ્યા નથી, પણ એમનું સૂચન કરવાનું નાટકકાર ભૂલ્યો નથી. ખરી રીતે, સપાદિકાના મહેલમાં ગયા પછી બધી દાસીઓ માઢવ્યને ઘરે, કાઈ એની ચોટલી બેંચે, કેઈ એને ધબ્બા મારે, એવું એકાદ હાસ્યાસ્પદ દશ્ય કાલિદાસ પિતાના નાટકમાં બતાવી શક હેત, તે જ પ્રમાણે માતલિએ તેને “આડો પાડી તેની કેવી વલેહ કરી એવું એકાદું દશ્ય આપણને જોવા મળત. કાલિદાસને આ મૂખ બ્રાહ્મણની દયા આવી હોવાને લીધે કદાચ તેણે આવા પ્રસંગે ટાળ્યા હોવા જોઈએ.