________________ મૈત્રેય 243 મૈત્રેય ભોજનભાઈ છે. સૂત્રધારને ઘેર પારણાં ઉજવવાનાં હોવાને લીધે તે | મરોયને આમંત્રણ આપે છે. પરંતુ મરોયને પહેલાં જ એક ઠેકાણે નોતરું મળ્યું હોવાથી તે સૂત્રધારનું આમંત્રણ સ્વીકારી શકતા નથી. આમંત્રણને અસ્વીકાર કરવામાં તેને જેટલું દુઃખ થાય છે, તેના કરતાં પણ વધુ દુઃખ તેને હવે પોતાની બગડેલી પરિસ્થિતિમાં બીજાઓને ત્યાં આમંત્રણે નક્કી કરવા માટે ફરવું પડે તેનું થાય છે. ચારૂદત્તના જૂના વૈભવના દિવસોની તેને યાદ આવે છે, અને પિતાની હાલની દુરવસ્થા તેને વધુ સાલે છે. ચારુદત્તના એ સમૃદ્ધિના દિવસોમાં, કુશળતાથી તૈયાર કરેલ સ્વાદિષ્ટ પકુવાક્નોથી ભરેલાં થાળ તેને માટે પીરસવામાં આવતાં. અને જે પ્રમાણે કઈ ચિત્રકાર સામેની રંગદાનીમાં પિતાની પીંછી જરાક બળી એ રંગપાત્રને દૂર સરકાવી દે, તેમ વિદૂષક પણ એ મિષ્ટાન્નેને અમસ્ત સ્વાદ લઈ એ થાળ દૂર સરકાવી દેતે ! એ વૈભવના દિવસોમાં ચોકમાં બેસીને વાગોળતા બળદની માફક મૈત્રેયને બેસી રહેવા સિવાય બીજો કોઈ ધંધે ન હતું. પરંતુ હવે તેને પેટ ખાતર વેઠ કરવી પડે છે, અને આમંત્રણની જોગવાઈ કરવા સારું આમ તેમ રખડવું પડે છે. સ્વાભાવિક રીતે જ વસંતસેનાની સમૃદ્ધિ જોઈ તે અંજાઈ જાય છે. વસંતસેનાના મહેલમાં ફરતાં ફરતાં જ્યારે તે રડા પાસે આવે છે, ત્યારે તેની રસના જાગૃત થાય છે. રસોડામાં ચાલતી ગડબડ...... કપાયેલા પશુઓના આંતરડા તો કસાઈને છોકર-એક બાજુ લાડુ વાળવાનું અને બીજી બાજુ માલપુડા તળવાનું ચાલતું કામ ... નાકને લોભાવનારી સ્વાદિષ્ટ વઘારની એ મસ્ત સુવાસ .... બસ, વસંતસેનાનું ઘર એટલે એને મન તે પ્રત્યક્ષ સ્વર્ગ જ છે! વસંતસેનાની માનું વધેલું પેટ ઈ મૈત્રેયના મનમાં કુતૂહલ થાય છે. તેમને મહેલના જુદા જુદા ખંડમાં લઈ જનાર દાસીને તે માજીની તબીયત વિશે પૂછે છે. દાસી કહે છે કે માજીને ચાતુર્થિક રેગ–ચાર દિવસને આંતરે આવનાર તાવ– થયો છે. અર્થાત મૈત્રેય મનમાં સમજે છે કે એ અતિ ખાવાનું ફળ છે. તે અત્યંત હળવે થાય છે. “ભગવાન ચાતુર્થિક, આ ગરીબ બ્રાહ્મણ ઉપર પણ આપની કૃપા દૃષ્ટિ રાખજે” એવી પ્રાર્થના કરે છે. વસંતસેનાના મહેલમાં કેદ પિતાની પૂછપરછ કરે, પગ ધોવા પાણી લઈ આવે, અને વખતસર ભેજનને પ્રબંધ કરે, એવા આતિથ્યશીલ વર્તનની મૈત્રેય અપેક્ષા રાખે છે, પણ એને કોઈ પૂછતું પણ નથી. તેની ઇચ્છા મનમાં ને મનમાં દબાઈ જાય છે. મહેમાનગતિને ગીરે મૂકનાર વસંતસેનાના ઘરના માણસોનું એ વર્તન