________________ માઢવ્ય 239 આમ વિવિધ પ્રકારે તે દુષ્યન્તના મનને ભાર હળવો કરવાનો પ્રયત્ન કરે છે. દુષ્યન્તની વિરહ વેદનાઓ અસહ્ય થઈ પડે ત્યારે તે તેને સમજાવે છે. તે કહે છે, મોટાં માણસે આ પ્રમાણે શેક કરતાં નથી. વાવાઝોડું થાય તો પણ પર્વત ડગમગતા નથી. દુષ્યન્તને તે ખાલી ઉપદેશ આપતા નથી, તેને હિંમત આપી તેનું સાંત્વન કરે છે. તે કહે છે કે, માછલીએ ગળેલી અંગૂઠી પાછી મળશે એવું કેઈએ સ્વપ્નમાં પણ ધાર્યું ન હતું છતાં તે અંગૂઠી પાછી મળી. તે પછી શકુંતલા પણ પાછી કેમ નહી. મળે !" વ્યાવહારિક ડહાપણુથી ભરેલા ઉદ્દગારો માઢવ્યના બોલવામાં જણાઈ આવે છે. તે કહે છે કે લગ્ન થયેલી દીકરી પોતાના પતિથી દૂર રહે એવું ક્યા માબાપ ઈ છે ? શકુન્તલાના માબાપ પણ શકુંતલા અને દુષ્યતનું આ દુઃખ જોઈ શકશે નહીં ! પણ વિનેદની દષ્ટિએ જોઈએ તે માઢવ્ય મૂખ છે એ કબૂલ કરવું જોઈએ. દુષ્યન્તની વિરહાવસ્થામાં એકબે સારી વાત કહી દુષ્યન્તનું સાંત્વન કરતે હેય તે પણ તેના બોલવામાં તેને મૂળ સ્વભાવ જણાયા વગર રહેતા નથી. દુષ્યતનું સન શાકને લીધે ભ્રમિત થયું હોય એવું તેને લાગે છે. ચિત્રમાંના ભમરાને વિદેશી જ્યારે દુષ્યન્ત ભાવભીના ઉદ્દગાર છે કાઢે. ત્યારે તે ભ્રમમાં બબડતો હોય એવું માઢવ્યને લાગે છે. એટલું જ નહીં પણ ચિત્રમાંના એ ભમરાને ખરે ભમરો સમજવાને લીધે પિતાને પણ દુષ્યન્તની માફક ગાંડપણુ વળગ્યું હોય એવું એને લાગે છે. દુષ્યન્તને વિરહની આગ સતાવે છે. દુષ્યન્ત શકુંતલાના ચિત્રની પાર્શ્વભૂમિમાં શું શું ચીતરવું તે વિષે કાવ્યમય કલ્પનાઓ કરે છે, પણ માઢ- વ્યના મત પ્રમાણે એ ચિત્ર જે સર્વાગ સંપૂર્ણ બનાવવું હોય, તે લાંબી દાઢીવાળા તાપસે ચીતરી આખે ચિત્રફલક ભરી નાંખવો જોઈએ. પ્રમવનના પ્રસંગમાં માઢબે પિતાની મૂર્ખતા ઝાઝી બતાવી ન હોય, તે પણ શિકારીની છાવણીમાં દુષ્યન્ત સાથે બોલતા તેણે પિતાની મૂર્ખતાનું સારું પ્રદર્શન કર્યું છે. શકુંતલા સાથે અચાનક મુલાકાત થયા પછી, તેને ફરી મળવા માટે દુષ્યન્ત આશ્રમમાં જવા કોઈ કારણ શોધે છે. તે માઢવ્યને એ વિશે પૂછે છે. માઢવ્યને તે એમ લાગે છે કે પિતાને કઈ સલાહ પૂછે તે તે ફક્ત લાડવા ખાવાની બાબતમાં જ હોઈ શકે ! અને તેથી દુષ્યન્ત સલાહ પૂછવા આવે છે ત્યારે તે ઠાવકે થઈ બેસે છે. પણ જ્યારે દુષ્યન્ત બધી વાત કહે છે ત્યારે માઢવ્યના ધ્યાનમાં આવે છે કે, સલાહે તે આશ્રમમાં પાછા જવા માટેનું કોઈ કારણ શોધવા વિશેની છે ! માઢવ્ય તરત જ કહે છે. " એમાં વિચાર તે શું કરવાને ? નીવારનો છઠ્ઠો ભાગ રાજભાગ તરીકે લેવા જઈએ.