________________ 236 વિદુષક તેમ દેડતાં જે બે કેળીયા પેટમાં પડે તે જ ! ઘડા ઉપર બેસવાને લીધે માઢવ્યના તે હાડકાં જ ઢીલાં થઈ ગયાં છે ! રાતે પથારીમાં પડે ત્યારે બિચારાનું આખું શરીર દુખે ! અને તેથી એને ઊંધ પણ શાંતિથી મળતી નથી. જરા પરોઢીયે આંખ મિચાય, ત્યાં પાછી શિકારીઓ ઊઠે, અને તેમના જગલી કૂતરાઓ ભસે ! એમને એ અવાજ સાંભળીને બિચારે મરે પણ ઊઠીને બેસે ! આ તે શી જીંદગી ! આમ માઢવ્યની જીવન વિશેની ફરિયાદ એક અંગ્રેજ કવિની કાવ્યપંક્તિઓમાં શેડો ફેરફાર કરી આ પ્રમાણે કહી શકાય - દુઃખના ડુંગર મન પર ઊભા, એ શું જીવન હોય ! ખાવા પીવા સુખથી રહેવા, વખત નહીં જે હોય ! What is this life if full of care ? We have no time to stand and stare? -Longfellow] દુષ્યન્ત માઢવ્યને શિકાર માટે સાથે ન આયે હેત, અથવા શિકારનું આ પાગલપણું એકાદ દિવસ ભાવ્યું હતું, તે માઢવ્યને જરા આરામ થાત. "પણ તે જ વખતે દુષ્યન્તની શકુંતલા સાથે મુલાકાત થાય અને તે તેના તરફ આકર્ષાય એ ઘટના માઢવ્યના દુઃખમાં વધારો કરનારી હતી. નહીં તે, કેઈક દિવસ - રાજાની આ શિકારની ઇચ્છા પૂરી થાત, અને તે રાજધાની જવાની વાત કરત! પણ હવે તે આશ્રમથી અતિ દૂર નહીં, એટલે કે નજીકમાં જ, દુષ્યન્ત પિતાને તંબુ ઠાકય હતે ! કોઈ ગુમડું થયું હોય અને તેના ઉપર પાછી ફોલ્લી થાય એવી માઢવ્યની પરિસ્થિતિ થઈ હતી. માઢવ્યની સહનશક્તિની હદ આવી ગઈ છે. તે દુષ્યન્તના આ વર્તનને 0 વિરોધ કરવાનું નક્કી કરે છે. દુષ્યન્તને સામેથી આવતે જોઈ તે પિતાના અઢાર અંગે” વાંકા કરી ઊભો રહે છે, જેથી એની દુર્દશા જોઈને રાજાની બુદ્ધિમાં પ્રકાશ પડે ! રાબેતા મુજબ રાજાને નીચા વળીને નમસ્કાર કરવાની તાક્ત તેમાં રહી નથી. તેથી તે દુષ્યન્તનું ખાલી શબ્દ દ્વારા સ્વાગત કરે છે. દુષ્યન્ત માઢવ્યને “શું થયું એમ પૂછે, ત્યાં જ એ ઊંચા સ્વરમાં બોલે છે, “નદીકિનારાને વાંસ જે વાંકે વળે તે તે પિતાના પ્રભાવથી કે નદીના પ્રવાહથી ? માઢવ્યના હાડકાં ઢીલાં થઈ ગયાં છે, તેનું શરીર છૂટથી આમતેમ ફરી શકતું નથી, તેનું કારણ પણ નદીના પ્રવાહ જેવું બીજું–બાહ્ય–હેવું જોઈએ.