________________ Fરર૦ - વિદૂષણ. એ તેને ખ્યાલ હેત તે તેણે પહેલેથી જ તેવી વ્યવસ્થા કરી રાખી હેત. પરંતુ ઈરાતીનું આગમન તદન અનપેક્ષિત હતું. અને તેથી. આ પ્રસંગમાં આપણે ગૌતમની બેદરકારીને જવાબદાર ગણી શકીએ નહીં. અર્થાત એ ધ્યાનમાં લેવું જોઈએ કે ગોતમ બહસ્પતિ અથવા કોઈ રાજકારણુપટુ નથી કે જેના કારસ્તાનમાં કોઈ પણ પ્રકારની ઊણપ જ ન હોય. ગોતમ વિદૂષક છે, અને અણીને વખતે ગોટાળા થઈ હાસ્ય નિર્માણ થાય એ તેના વિદૂષક સ્વભાવને અનુરૂપ જ છે. એ દષ્ટિએ અતિકુશળતાથી ઘડેલા આ પ્રસંગમાં પણ અણુને વખતે તે બળદ જે બેઠાં બેઠાં ઝોકાં ખાય, ઊંઘમાં બબડે, દાસી તેની ઉપર વાંકીચૂંકી લાકડી નાંખે, તે ગભરાય, “સાપ સાપ' એવી બૂમો પાડે, અને અગ્નિમિત્ર અને માલવિકા બહાર આવે એ બધી ઘટનાઓ પાછળની હાસ્યકારકતા ધ્યાનમાં લેવા જેવી છે. પાંજરામાંથી છૂટેલું કબૂતર બિલાડીના મોંમાં જાય તેમ આ બધું થયું,” એવું જે ગોતમ એ વિશે કહે છે તે સો ટકા સાચું છે. વિક્રમી ચિત્રણને અનુસરીને આખા પ્રસંગને એ હાસ્યકારક વળાંક આપ એ નાટ્યષ્ટિએ -આવશ્યક હતું. બીજા વિદૂષી માફક ગોતમ બાઘ નથી. તે પિતાની જાતને મૂરખ કહે, અને કોઈ પ્રસંગે એની ફજેતી થાય તે પણ તે સ્વભાવે કુશાગ્ર બુદ્ધિનો છે. તેથી હાસ્ય નિર્માણ કરવા માટે, અથવા વિશિષ્ટ નાટ્યહેતુ સાથે કરવા માટે જ તે મૂર્ખતાનું નાટક કરે છે એમ કહેવું જોઈએ. દા. ત. પ્રમહવનમાં રાજાના પ્રિય અશોક વૃક્ષને લાત માર્યાના આરોપસર તે માલવિકાને ધમકાવે છે, એ વાત બાહ્ય દષ્ટિએ મૂર્ખાઈ ભરી લાગે છે. ઈરાવતી પણ એનું વર્તન મૂખતાભર્યું માને છે. પરંતુ સૂક્ષમ દષ્ટિએ જોતાં ગોતમ ત્યાં જાણી જોઈને મૂર્ખ જેવું વતે છે એમ આપણને જણાશે. તેણે બકુલાવલિકાને પહેલેથી જ વિશ્વાસમાં લીધી હોય છે, અને માલવિકાના મનમાં અગ્નિમિત્ર વિશે અનુરાગ નિમર્ણિ કરવાની કામગીરી તેને સોંપી હોય છે. આમ, માલવિકા અશોકને ચરણપ્રહાર કરવા આવે ત્યારે તેને જે ધમકાવવામાં આવે તો તે ભોળી કન્યા પિતાની ખરેખર ભૂલ થઈ છે એમ સમજી માફી માગશે અને રાજાને પગે પડશે. તે વખતે તેને પાછી ઉઠાવી ઉદાર દિલથી માફ કર્યાનું નાટક રાજ Wii શકશે. તેથી એક બાજુ રાજા માલવિકાને સ્પર્શ અનુભવી શકશે, અને બીજી બાજુ પિતાનું ઉદાર અંતકરણ માલવિકાને બતાવી શકશે. આમ અનેક હેતુથી ગતમે આ યુક્તિ -શોધી લેવી જોઈએ. પરંતુ અગ્નિમિત્ર એટલે ઉતાવળા અને હર્ષઘેલા થઈ. -જાય છે, કે મારી આપવાનું નાટક પણ ચાલુ રાખવાનું તેને ભાન રહેતું નથી.