________________ માણુવક 13 કહે છે, “ઉર્વશી તો સ્વર્ગની અપ્સરા ! એને કાગળ પણ સ્વર્ગીય જ કહેવાય ! એ સ્વગીય કાગળ આકાશમાગે નીકળી ગયો !" પછી રાણી જ્યારે પત્ર લઈ રાજા પાસે આવે છે, ત્યારે રાજા ગૂંચવણમાં મૂકાય છે. ખરી રીતે માણુવકે એ પ્રસંગે એક ભૂલ કર્યા પછી કાંઈ નહીં તે છાના રહેવાની જરૂર હતી, પણ એ તે મૂરખ જે બેન્ચે જ રાખે છે. એ કહે છે, ચેર માલ સાથે પકડાય એટલે બોલે શું !" તે રાણીને કહે છે, “અમારા રાજા સાહેબની તબીયત બરાબર નથી. તેમના ઈલાજ માટે સારું ખાવાપીવાનું લઈ આવે. અન્નને બલિ આપવાથી પિશાચ પણ શાંત થાય છે!” માણવાનું આ ભાષણ કેવળ મૂર્ખતાભર્યું નથી. રાજા એ પ્રેમપત્ર સાથે પોતાના કેઈ સંબંધ નથી એવું બતાવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ, માણવક પિશાચને બલિ આપવાને” દાખલ આપી પત્રનું રહસ્ય જાણવા રાજાને પ્રસન્ન કરવો આવશ્યક છે એમ બતાવે છે. આમ વિદૂષકની મૂર્ખતાને લીધે રાજા વધુ ને વધુ સંડોવાય છે. આખરે રાજા તેને કહે છે, “મૂરખ, તું નકામો મારે માથે ગુને ચટાડે પિતાના પ્રેમમાં માણુવકની મદદ લેતાં રાજાના નસીબમાં વધુ ગૂંચવણ અને નિરાશા સિવાય બીજું કાંઈ આવતું નથી. રાજને ઉર્વશીના પ્રેમ વિશે મારું વકને કઈ લાગણી હોય એવું જર્ણતું નથી. ઉર્વશી માટે ઉત્સુક થયેલ રાજાની સ્થિતિ વર્ષાબિંદુ માટે ઉત્સુક બનેલ ચાતક જેવી છે એવું તેને લાગે છે. ઉર્વશી. વિશે ખૂબ ખૂબ બોલવાની પુરૂરવાની ઈચ્છા હોય છે. તેથી એક મિત્ર તરીકે તે માણવક પાસે ઉર્વશી વિશે બોલવાની શરૂઆત કરે છે, પણ માણવક શરૂઆતમાં જ એકદમ ટાઢો જવાબ વાળે છે વર્ણન કરવાની કઈ જરૂર નથી. આપને જોઈને જ બધી વાતની જાણ થાય છે !" ઉર્વશીને મળવા માટે કોઈ ઉપાય. સૂચવવાની પાત્રતા માણવામાં જરાયે નથી. વનમાં ઉર્વશીને વિચાર કરવો, અથવા તેનું ચિત્ર દેરી બેસી રહેવું એ બે જ ઉપાય તેને ખબર છે. જ્યારે રાજા કહે છે કે રાતે ઊંઘ ન આવવાથી તેને સ્વપ્નમાં જોઈ શકાતી નથી, અને તેનું ચિત્ર દેરવાનું વિચારીએ તે આંખમાં આંસુ આવવાને લીધે ચિત્ર દોર શકાતું નથી, ત્યારે માણવક કહે છે કે “આથી વિશેષ આપણી બુદ્ધિ ચાલી શકે તેમ નથી.” બુદ્ધિ જવાદે, પણ સીધે સાદે અંદાજ અથવા તર્ક કરવાની ક૯પકતા પણ માણવકમાં નથી. ભૂજપત્ર જોઈ તે ઉર્વશીને પ્રેમપત્ર હોવો જોઈએ, અથવા રાણું રોજા સામેથી ક્રોધમાં ચાલી ગઈ તેને પશ્ચાત્તાપને લીધે તેણે નવું વ્રત.