________________ 232 વિદષક આચર્યું હોવું જોઈએ, એ માણુવકે લડાવેલા બે તર્ક ખરા હોય તે પણ તેને તે અચાનક રીતે સૂઝયા છે. પૂરો વિચાર કરી સયુક્તિક નિષ્કર્ષ કાઢીએ એવી તક પદ્ધતિ તેમાં નથી. રાજ ઉર્વશીના પ્રેમમાં પડ્યો છે એ જાણી રાણું ગુસ્સે થાય છે અને રાજાને તરછોડીને નીકળી જાય છે. રાણીનું આ પ્રમાણેનું જવું રાજા માટે ફાયદાકારક છે એ વિદૂષકે કરેલ તર્ક અર્થાત્ ભૂલભરેલું છે. દાસીએ તેને છેતરીને રાજાનું પ્રેમરહસ્ય જાણી લીધું, અથવા તેણે ઉર્વશીને પત્ર ઈ નાખ્યો એ બને ભૂલેના સમર્થનમાં તે જે સમજુતી આપે છે તેમાં ખાલી ગપ્પાબાજી રહેલી છે. પિતાની સમજૂતીથી માણવક પિતે ખુશ થયું હોય તો પણ તેની ભૂલે રાજાના પ્રેમપથમાં વિનરૂપ બની છે એમાં શંકા નથી. એક મિત્ર તરીકે રાજા પોતાના પ્રેમપ્રકરણમાં તેની મદદ માંગે એ સ્વાભાવિક છે. રાજા તેને પોતાનું પ્રેમરહસ્ય નિખાલસતાથી કહે છે, અથવા તેને મત માગે છે. પરંતુ માણવક રાજા માટે મદદરૂપ નહીં પણ ખલેલરૂપ નીવડે છે. માણુવક રાણીને પણ મદદ કરવા તૈયાર થાય છે. રાણું માટે તે જાહેર સહાનુભૂતિ પ્રગટ કરે છે, એટલું જ નહીં પણ પોતે જે રાજાને આ પ્રેમરૂપી મૃગજળમાંથી બહાર કાઢશે નહીં તે રાણીને એ પિતાનું મેં બતાવશે નહીં, એવો સંદેશ દાસી મારફત તે રાણીને મોકલે છે. માણુવકને રાણી વિશે આટલી લાગણી હેવાનું કારણ શું ? પિતાને સ્વસ્તિવાચનના લાડવા પેટભર ખાવા મળે એ જ એનું કારણ! “અન્નને બલિ આપવાથી પિશાચ પણ શાંત થાય છે એ તેને સિદ્ધાંત તેની પિતાની બાબતમાં પણ બરાબર લાગુ પડે છે. કે માણુવક બાધે હોય તે પણ તે બીજની મશ્કરી કરવાનું છોડતો નથી. પ્રેમમાં પડેલા રાજાને તે જલબિંદુ માટે તરસ્યા બનેલ ચાતકની ઉપમા આપે છે. ઉર્વશીને પત્ર લઈ રાણી રાજા સામે હાજર થાય છે, ત્યારે માણવક રાજાને માલ સાથે પકડાયેલા ચોર સાથે સરખાવે છે, ઉર્વશી રાજાને મળવા આવે છે. તે વખતે તે મહેલની અટારીમાં ચાંદનીમાં બેઠો હોય છે. ઉર્વશીને જોઈને તે પુલકિત થાય છે. ઉર્વશીની બેનપણી ચિત્રલેખા અને માણુવક બંને ત્યાં હાજર હેવા છતાં રાજા ઉર્વશીને પિતાને પડખે બેસાડે છે. ત્યારે માણવક જરા ઉદ્ધતાઈથી જ રાજાને પૂછે છે, કેમ અહીં જ તમારી રાત શરૂ થઈ કે શું ?" રાણી રાજાને ખુશ કરવા તેને પિતાની પ્રેયસી સાથે લગ્ન કરવાની અનુમતિ આપે છે. તે વખતે રાણીને ખુશ કરવાના ઈરાદાથી રાજ કાંઈ બોલવાની શરૂઆત કરે તે પહેલાં જ માણુવક વચ્ચે ટપકી પડે છે. તે કહે છે, “ગભરાશે નહીં જે કહેવું હોય તે શાંતિથી કહે. બધા ઉપાય ખલાસ થાય પછી, વૈદ