________________ માણ 236 -જેમ રોગીને છોડી દે તેમ રાણીએ તમને છોડી દીધાં છે. એ વખતે તે રાણની પણ મશ્કરી કરે છે. ઉર્વશીના સંબંધમાં રાજને વધુ ત્રાસ ન આપવાનું રાણું - નકકી કરે છે. તે વખતે માણુવક કહે છે–આ તે કેાઈ માછીમાર જેવું થયું કહેવાય. હાથમાં આવેલી માછલી છટકી જાય તે માછીમારને લાગે કે એટલે આપણે ધરમ થયે !" ઉર્વશી દ્વારા પિતાને પુત્ર થયો હોવાનું રાજા જાણે છે. પણ ઉર્વશીએ એ વાત આટલા દિવસ શા માટે સંતાડી રાખી એ રાજાને સમજાતું નથી. રાજ માણુવકને પૂછે છે ત્યારે તે કહે છે, “આ વાત આપને ન સમજાય એ બરાબર છે. ઉર્વશીએ પિતાને આટલો મોટો પુત્ર હોવાનું કબૂલવું એટલે પિતાનું ઘડપણ સ્વીકારી લેવા જેવું જ છે ! પિતે ઘરડી થઈ છે એ જાણતાં રાજા પોતાની ઉપર પૂર્વવત્ પ્રેમ કરે નહીં એમ સમજીને તેણે આ વાત તમને નહીં કહી હાય !" પછી, ઉર્વશી ખરું કારણ જણાવે છે. ભરતમુનિના શાપને લીધે ઉર્વશીને પૃથ્વી ઉપર એક મત્ય સ્ત્રી તરીકે રહેવું પડે છે. પણ ઇન્દ્ર તેની ઉપર અનુગ્રહ કરે છે, અને કહે છે કે રાજા પોતાના પુત્રનું મુખ જોશે તે વખતે તે (ઉર્વશી) શાપમુક્ત થશે. પુરૂરવા ઉપરના પિતાના નિરતિશય પ્રેમને લીધે, ઉર્વશી પિતાના પુત્રને મારિય ઋષિના આશ્રમમાં સંતાડી રાખે છે, અને પુરૂરવાના સહવાસનું સુખ ઉપભેગે છે. પણ હવે રાજાને પુત્રદર્શન થાય છે. તેથી ઉર્વશીને સ્વર્ગમાં જવું પડે છે. આ આવી પડેલા વિયોગથી પુરૂરવા અને ઉર્વશી બંને વ્યાકુળ થાય છે. તે વખતે માણુવક “રાજાને કહે છે, “મને તે લાગ્યું કે તમે હવે ભગવાં ધારણ કરી સંન્યાસ લેશે.” માણુવક પાસેથી કોઈ પણ મદદની અપેક્ષા કરવી એ ભૂલ છે. “કાંઈ ચિંતા ના કરશે, ભગવાન તમારું ભલું કરશે, ઉર્વશીએ પત્ર મોકલી આપની ઈરછાને ફૂલ આણ્યાં છે. તે ટૂંક સમયમાં તમને તે મિલનરૂપી ફળ આપ્યા વિના રહે નહીં? એવા અનેક આશીર્વાદ આપવા સિવાય તે ઝાઝું કંઈ કરતો નથી. માણુવક જ્યાં - ત્યાં ગોટાળા નિર્માણ કરે છે. રાજાને ગુપ્ત પ્રેમ જાહેર કરવામાં, પ્રેમપત્ર ઈ નાંખવામાં, રાણી સામે મૂર્ખતા ભરી દલીલ કરવામાં, માણુવકે પિતાને પ્રમાદ બતાવી આપે છે. રાજ કહે છે, “આ ગધેડાએ જ્યાં ત્યાં ગોટાળા કરી મૂક્યા છે, એ કાંઈ ખોટું નથી. માણવક રાજાને મદદ કરે એ કલ્પના જ હાસ્યાસ્પદ છે. માણવક પોતે જ કહે છે, “અહલ્યા પાછળ ભાન ભૂલેલ ઈન્દ્ર માટે તેનું વજ મંત્રી બને, અને ઉર્વશી પાછળ પાગલ બનેલ તમારા માટે હું મંત્રી બનું એ બરાબર છે. મને લાગે છે બંનેના માથાં ફર્યા હોવા જોઈએ. માણુવકે પિતાની જાત માટે કાઢેલા આ ઉદ્ગારે અત્યંત ગ્ય છે.