________________ વિદુષક તે વખતે માણવક તેને કહે છે કે “મને પણ મનભાવતા ખાદ્યપદાર્થો મળે તે એવો જ આનંદ થાય !" આકાશમાંને અડધે ચંદ્ર તેને લાડવાના ટૂકડા જેવો. લાગે છે. પુરૂરવા કહે છે કે, “આ ખાઉધરાને ખાવા સિવાય બીજા કશાની જ ખબર નથી.” સારું સારું ખાવાન મને પણ માણુવકને આનંદ આપી શકે. રસોડામાં રસોઈ તૈયાર થતી હોય, બધી વસ્તુઓ ગોઠવવામાં આવી હોય, જુદા જુદા મસાલેદાર પદાર્થો તૈયાર થતા હોય, એવું ખાલી દશ્ય જુએ, તે પણ એને સ્વર્ગ સુખ કરતાં વધુ આનંદ થાય છે. એ એક વખત ઉર્વશીને કહે છે, “સ્વર્ગમાં શું દાઢ્યું છે? ત્યાં કે નથી ખાતા કે નથી પીતા. દેવો તે ખાલી અનિમેષ નેત્રે આંખે ફાડી જુએ છે, અને માછલીનું વિડંબન કરે છે. ભાવકના મત પ્રમાણે ધરતી પરનું સૌથી સુંદર સ્થળ રસોડું છે. વિરહાવસ્થામાં હોવાને લીધે પુરૂરવાને ચેન પડતું નથી. તેથી તે માણુવકને દિલ બહલાવવાનું સાધન પૂછે છે. માણવક કહે છે, “ચાલે રસોડામાં જઈએ ? બ્રાહ્મણના ખાઉધરાપણું સાથે તેનું બીકણપણું પણ માણવકમાં પૂરેપૂરું ભરાયું છે. તેને સાપની બીક લાગે છે. ભૂર્જપત્ર ઉપર પ્રેમપત્ર લખી ઉર્વશી તે આકાશમાંથી નીચે છેડે છે. હવામાં ફરફરતું એ ભૂર્જ પત્ર માણવકને સાપની કાંચળી જેવું લાગે છે. તેથી તે ગભરાય છે ! માણવક રાણીની દાસીથી ખૂબ ગભરાય છે. તેને તે દૂરથી જુએ તે તેના હાંજા ગગડી જાય છે, અને રાજાનું પ્રેમરહસ્ય જાણે પોતાના પેટમાંથી બહાર નીકળતું ન હોય એવું લાગે છે. વિદૂષકને બનાવો. એ દાસીના ડાબા હાથને ખેલ છે. જે પ્રમાણે કમળના પાન ઉપર ઝાકળબિંદુઓ ટકી શકે નહીં, તેમ માણવકના પેટમાં કોઈ વાત છૂપી રહે નહીં એવું દાસી વિશ્વાસપૂર્વક માને છે. એક વખત તેણે માણુવક પાસે “રાજાએ ભૂલથી રાણીને પિતાની પ્રેયસીના નામે બોલાવી” એવું એક ગપુ માર્યું. તે સાંભળતાં જ માણવકે તેને રાજા અને ઉર્વશીની આખી વાત કહી, એટલું જ નહીં પણ રાજાનું પ્રેમરહસ્ય છૂપું રાખવા તેને પોતાને મોંએ જે તાળું વાસવું પડયું હતું તે બોલ્યા. તેને અપાર આનંદ થયે. રાજાને ગુપ્ત પ્રેમ જાહેર કરવાની એક જ ભૂલ માણવકે કરી નથી. એવી અનેક ભૂલ તે કરે છે. રાજાએ ઉર્વશીને પ્રેમપત્ર તેને સાચવવા આપે હતે 'તે તેણે ખોઈ નાખે. એ પત્ર દાસીના હાથમાં જાય છે, અને દાસી તે રાણીને આપે છે. રાજા માણવકને પત્ર વિશે પૂછે છે ત્યારે માણવક.