________________ માણુવક રર૯ -સચ્છિા વ્યક્ત કરે છે. તે જ વખતે રાજાની જમણી આંખ ફરકે છે, અને આમ -શુભ શુકનનું સુચન થાય છે. એ તક ઝડપી લઈ માણુવક પોતાની મેટાઈ બતાવિતે કહે છે, “જોયું, બ્રાહ્મણના શબ્દ કોઈ દિવસ ખોટા પડે જ નહીં !" ખાઉધરાપણું એ માણુવકનો સ્થાયિધર્મ છે. પુરૂરવાની તબીયત બગડી ન હોય છે. તેનું મન પણ ઠેકાણે રહેતું નથી. અર્થાત્ તેનું મન કઈ સ્ત્રી તરફ આકર્ષાયું હોવું જોઈએ એવું રાણુને લાગે છે. પણ માણવક કહે છે કે રાજાને પિત્તપ્રકેપ થયો છે. તેની જ આ અસર હોવી જોઈએ. સારું ભોજન જમવું એ જ તેને ઉપાય ! એક વખત રાજાના અનુનયને તિરસ્કારી રાણી ચાલી જાય છે. તેથી પુરૂરવા ગુસ્સે ભરાય છે, અને હવે પછી રાણી સાથે છેડો કડક વર્તાવ રાખો એવો નિશ્ચય કરે છે. ત્યારે માણવક કહે છે, બળ્યું તમારું કડક વર્તન. બ્રાહ્મ-ના પેટમાં અગ્નિ ભભૂક્યો છે તેને તે પહેલાં વિચાર કરો. સ્નાનજનને સમય તે કયારનાય થઈ ગયો છે !" પિતાના ગુસ્સાભર્યા વર્તનને રાણીને પાછળથી પશ્ચાત્તાપ થાય છે. તેથી પુરૂરવાનું મન પ્રસન્ન કરવા તે પ્રિયપ્રસાદન વ્રત આચરે છે. તે જાણીને દાક્ષિણ્ય ખાતર રાજા કહે , “હશે આટલા માટે આવું વ્રત કરી પિતાની જાતને હેરાન કરવાની કેઈ જરૂર ન હતી. પણ માણવકને રાજાના આ વાક્યને અર્થ બરાબર સમજાતું નથી. તેથી રાજા રાણુને વ્રત કરવાની ના પાડે તે પિતાના લાડવાનું -શું થશે તેની તેને ચિંતા થાય છે. તે રાજાને ઉપદેશ આપે છે કે “કંઈ સારું કામ કરતું હોય ત્યારે વિરોધ ન કરીએ.’ સ્વસ્તિવાચનને નિમિત્તે જ્યારે માણુવકને લાડવા મળવાના હોય ત્યારે તેને -સ્વાભાવિક આનંદ થાય છે. રાણું પફવાનેને થાળ લઈ આવતી હોય ત્યારે તે ખૂબ સુંદર લાગે છે એવો માણુવકનો મત છે. ભોજન અથવા દક્ષિણ મળવાની હોય ત્યારે તેને કેઈપણ મુશ્કેલી રહેતી નથી. અને એવે વખતે આશીર્વાદને વરસાદ વરસાવવા તે હંમેશાં તૈયાર છે. અંગરાગ, ફલ વગેરે જે કાંઈ ભેટમાં મળે તે બધું સ્વીકારવા તે તૈયાર છે. ગળ્યા મિષ્ટાને તેને સૌથી પ્રિય છે. મિષ્ટાને આગળ તેને બધું તુચ્છ લાગે છે. ગમે તે વાતને સંબંધ આખરે તે મિષ્ટાન્ન સાથે જોડે છે. તે રાજાનું પ્રેમરહસ્ય જાણે છે. રાજા તેને બધી વાત છુપી રાખવા કહે છે, તે વખતે તે પિતાની “તુલના અતિશય ખાવાને લીધે પેટ ફાટી જવાની તૈયારીમાં હોય એવા બ્રાહ્મણ સાથે કરે છે. ઉર્વશીને પત્ર મળ્યા પછી રાજાને સ્વાભાવિક આનંદ થાય છે.