________________ ગૌતમ રર૭ મૈત્રેયના વિનેદમાં જે તીક્ષ્ણતા છે, બુદ્ધિને જે ચમકાર છે, તે ગૌતમના વિનોદમાં નથી. ગૌતમ બીજાની મશ્કરી કરે છે. પરંતુ અનેક યુક્તિઓ રચી પિતાની યોજનાઓ સિદ્ધ કરવામાં અને મુખતાને ટૅગ કરી બીજાને મૂર્ખ બનાવવામાં ગૌતમ જે હોશિયારી વાપરે છે, તેની તુલના થઈ શકે તેમ નથી. ગૌતમને પિતાનામાં સંપૂર્ણ વિશ્વાસ છે. પિતાની બુદ્ધિની કુશાગ્રતા તે પિછાને છે. રાજા તેને “કાર્યાન્તરસચિવ અને ઈરાવતી તેને “કામતંત્રસચિવ' એટલે કે “પ્રેમ ખાતાને મંત્રી કહે છે, તે બરાબર છે.