________________ વિષક છેષથી બળતી ઈરાવતીને તે વક્રગતિથી ચાલનાર મંગળની ઉપમા આપે છે. ગૌતમે પરિત્રાજિકા અને માલવિકાની પણ મશ્કરી કરી છે. પરિત્રાજિકાને તે પીઠમર્દિકા કહે છે. ખરી રીતે પ્રેમપ્રકરણમાં મદદ કરનાર હલકી કામની સ્ત્રીને પીઠમદિ કા કહી શકાય. પરિવાજિકા અગ્નિમિત્રને અપ્રત્યક્ષપણે મદદ કરે છે તે તેની માલવિકા માટેની લાગણીઓને લીધે. તે ઊંચા કુળની છે તે બદલ શંકા નથી. તેને પીઠમર્દિક કહેવામાં લુચી મશ્કરી છુપાયેલી છે. સમુદ્રગૃહના તળમજલામાં કારાવાસ ભોગવતી માલવિકાને તે પાતાળમાં રહેતી નાગકન્યા’ કહે છે. પણ આ નાટકમાં ગૌતમે સૌથી વધુ મશ્કરી રાજાની કરી છે. તે હંમેશા રાજા સાથે હોવાને લીધે રાજાની મશ્કરી કરવાના તેને ઘણું પ્રસંગે પ્રાપ્ત થાય છે. રાજા સંપૂણપણે ગૌતમ ઉપર આધારિત છે. તેથી એક વખત તે રાજાને કહે છે, “સ્ત તું જરા ધીરજ રાખે અને આપણી યોજનાઓ સફળ થશે એવો વિશ્વાસ રાખે તે સારું. માંસના લોભથી પાકશાળાની આજુબાજુ ફેરા મારતા પણ અંદર પેસતા ગભરાતા બીકણું પક્ષીની ઉપમા તે રાજાને આપે છે. નાટ્યાચાર્યોને લડાવી નૃત્યભિનયને બહાને માલવિકાનું વિરલ નેપથ્યમાંનું, પિતાને પ્રેમ વ્યકત કરતું, સૌંદર્ય પાસેથી નિહાળવાની તક તેણે રાજાને મેળવી આપી હતી. પણ અગ્નિમિત્ર તેને છેવટ સુધી સાથ આપવાનું કહે છે, ત્યારે ગૌતમ કહે છે, “વાહી સરસ દરિદ્રી દરદી જેવી છે આપની સ્થિતિ વદ રેગ પણ તપાસે અને દવા પણ લાવો પ્રમદવનમાં અનિમિત્ર માલવિકા સાથે પ્રેમાલાપ કરતે હોય છે. તે જ વખતે ઈરાવતી ત્યાં આવે છે. અગ્નિમિત્રને શું કરવું તે સૂઝતું નથી, માટે તે ગૌતમને શું કરવું તે પૂછે છે. છેવટે તે ઈરાવતીને પ્રસન્ન કરવા ખાતર તેને પગે પડે છે, પણ ઈરાવતી ક્રોધમાં ચાલી જાય છે. અગ્નિમિત્રના ધ્યાનમાં એ આવતું નથી, એ બિચારો ઈરાવતીને પગે પડ્યો હતો તેવો જ જમીન ઉપર પડી રહે છે. તેને ઉઠાવતાં ગૌતમ કહે છે, હું ઉઠે હવે. થઈ આ૫ની ઉપર મહેરબાની !" સમુદ્રગૃહમાં. માલવિકા રાજાનું ચિત્ર જતી હોય છે, તે વખતે ગૌતમ રાજાને ખિજવવા કહે છે, “માલવિકાને તારા કરતાં તારું ચિત્ર વધુ પસંદ છે. અર્થાત્ તારું પોતે યુવાન હેવાનું અભિમાન ગેરવ્યાજબી છે. ઘરેણાનું અભિમાન ઘરેણાંની પેટી રાખે એવું જ આ કહેવાય ? અંતે ધારિણી માલવિકાને હાથ અગ્નિમિત્રને સેપે છે, અને માલવિકાને રાણીપદ આપે છે, ત્યારે ગૌતમ અગ્નિમિત્રની મશ્કરી કરવાની છેલ્લી તક ઝડપી લે છે. તે કહે છે, “મહારાજ શરમાય તે બરાબર છે. નવા વરરાજા હમેંશા શરમાય !"