________________ 224 નિદ્ષક એ વાત નોંધવા જેવી છે કે કેઈ અણધાર્યા પ્રસંગમાં ગૌતમ પણ પહેલાં મૂઢ બને છે. અમદવનમાં અને સમુદ્રમૂહમાં જ્યારે ઈરાવતી અચાનક આવી ચડે. છે, ત્યારે ગૌતમને શું કરવું તે સૂઝતું નથી. સમુદ્રગ્રહવાળા પ્રસંગમાં તે, અણીને વખતે કપિલમર્કટે ધાંધલ ન કરી હતી અને બધા એ બાજુ દેડવા ન હેત, તો અગ્નિમિત્રને એ પ્રસંગમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડત. અમદવનમાં પણ અગ્નિમિત્ર માલવિકા સાથે બેસવાની શરૂઆત કરે છે, તે જ વખતે ઈરાવતી સામેથી આવે છે. એ પ્રસંગમાં રાજાને તો જવા દે, પણ ગૌતમ પણ હતબુદ્ધિ બને છે ! રાજા તેને કાનમાં “શું કરવું તે પૂછે છે, ત્યારે ગૌતમ કહે છે કે હવે ઝડપભેર ડગલાં ભરે” (અહીંથી નાસી જાઓ. પ્રણયચેષ્ટા કરતાં પ્રત્યક્ષ પકડાયા પછી જવાબ પણ શ દે ? અર્થાત ઈરાવતીને કાંઈક તે જવાબ આપ જ જોઈએ. તેથી તે કહે છે કે “ર ચોરી કરતાં પકડાય તે, તેણે પિતિ શાસ્ત્રસિદ્ધાંતને પ્રયોગ કરી જેતે હતા એમ જ કહેવું જોઈએ” અર્થાત થોડીવાર પછી ગૌતમ પિતાની જાતને સંભાળી લે છે, અને ઈરાવતીને કહે છે. કે, “રાજ ખરી રીતે આપને જ મળવા અહીં આવ્યા હતા. પણ આપને આવતાં મેડું થયું, અને સામેથી માલવિકા મળી એટલે તેની ખબર પૂછી. હવે, સામે મળેલી દાસી સાથે શિષ્ટાચાર ખાતર વાત કરવી એ પણ ગુને હોય તે તમે જ ન્યાય કરે " ગૌતમની આ દલીલથી ઈરાવતી પણ ગુચવાય છે. તેને શે. ઉત્તર આપ તે સૂઝતું નથી. તે ખિજાય છે, અને રાજાને અનુનય તરછોડી, પગ પછાડતી ત્યાંથી પસાર થાય છે. આમ ગૌતમ હાજર જવાબી છે. જે વસ્તુઓની જન તે વિચાર કરીને કરે છે તે બદલ તેને સંપૂર્ણ વિશ્વાસ છે. આ વિશેને તેનો આત્મવિશ્વાસ તેના. વિનેદ અને ઉદ્દગારમાંથી વ્યક્ત થાય છે. પહેલા અંકમાં અગ્નિમિત્ર અને ગૌતમ દૂરથી નાટ્યાચાર્યોને લડતાં અને તેમની તરફ આવતાં જુએ છે, ત્યારે અગ્નિમિત્ર તેને કહે છે “દસ્ત, તારી સુનીતિને ફૂલ આવ્યાં. ગૌતમ જવાબ આપતાં કહે છે કે હવે ફળ પણ જલદી જોવા મળશે. આ ફળ એટલે બંનેની તકરારમાંથી નીપજતું માલવિકાનું દર્શન ! પ્રમહવનમાંનું અગ્નિમિત્રનું માલવિકા સાથેનું મિલન પણ ગૌતમ જ ગોઠવે છે. ગૌતમના તોફાનને લીધે ધારિણે હીંચકા ઉપરથી પડે છે એવું નાટકમાં કહેવામાં આવ્યું છે. ખરી રીતે ગૌતમે એ તેફાન જાણી જોઈને કર્યું હોવું જોઈએ. અશોકવૃક્ષ ધારિણીને પ્રિય હોવાનું ગૌતમ જાણતા હતા. એ અશોક ફૂલ ન આપે તે ચરણપ્રહાર કરી તેને દેહદ પૂર્ણ કરવાનું કામ સામાન્ય રીતે ધારિણી,