________________ - ગૌતમ રર૩ રાજાની ઇચ્છા પૂર્ણ કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે તેને ગૌતમને સારો ખ્યાલ છે. પિતાના સ્વભાવમાં જ ન હોવાને લીધે હાય, અથવા પ્રસંગે અતિનાજુક હોવાને કારણે હોય, પણ અગ્નિમિત્ર પિતે તેમાં કાંઈ કરી શકે તેમ નથી. તેથી દરેક પ્રસંગે તેને ગૌતમનો હાથ પકડો પડે છે. માલવિકા તે સંપૂર્ણ પણે ધારિણી ઉપર જ આશ્રિત હતી. બધા તેની સાથે સન્માનથી વતે તો પણ જયાં સુધી તે રાજકન્યા હોવાનું લેકે જાણતા ન હતા, ત્યાં સુધી તેને એક દાસી તરીકે રહેવું આવશ્યક હતું અને તેથી રાજા સાથે પ્રેમ વધારવામાં તે પોતે કાંઈ કરી શકે તેમ ન હતી. મેઘથી ઢંકાયેલ ચંદ્રિકા જેવી તેની અવસ્થા છે. તે રાજાની નજરમાં ન આવે તે માટે નાગ જેમ ધનને રક્ષે તેમ ધારિણી તેને રહે છે. પરંતુ આ બધી મુશ્કેલીઓ દૂર કરવાની કલ્પતા અને હેશિયારી ગૌતમ પાસે છે. નૃત્યાભિનય વખતે તે રાજાને હાંશિયારી વાપરવાનું કહે છે. માલવિકાને મળવા આતુર હોવા છતાં, ઇરાવતીને પ્રમદાનમાં મળવા માટે આપેલું વચન તોડવામાં, અને તેનું મન દુભાવી તેને અવિશ્વાસ સંધરવામાં મજા નથી એમ તે રાજાને કહે છે. તે રાજાને પ્રમદવનમાં લઈ જાય છે, અને ત્યાં માલવિકા સાથે વાત કરતાં અનિમિત્ર કદાચ ભૂલી ન જાય તે માટે ઇરાવતીના આગમનની સૂચના પણ ગૌતમ તેને આપે છે ! પહેલા બે અંકોમાં ગૌતમ પિતાની મૂર્ખાઈનું પ્રદર્શન કરે છે તે પણ નાટકના બધા પ્રસંગને દોર તેણે પિતાના હાથમાં બરાબર જાળવ્યું છે. નાટયાચાર્યોની લડવાડ જયારે વધી પડે છે, ત્યારે તેને નિર્ણય કેવી રીતે કરે, તે માટે કઈ કસેટી વાપરવી, તે બદલનું સૂચન ગૌતમ કરે છે. શિષ્યોને અભિનય બતાવવા તૈયાર થવાનું તે નાટયાચાર્યોને કહે છે, એટલું જ નહીં પણ બધી તૈયારી થાય પછી મૃદંગધ્વનિ કરવાનું તે સૂવે છે, જેથી રાજા અને તેની સાથેના પ્રાક્ષિકે અને પ્રેક્ષકો ઉપસ્થિત થઈ શકે. માલવિકાએ ગાયેલા ગીતમાંથી તેની પ્રેમભાવનાઓ વ્યક્ત થાય છે. એ ગીતને ગૂઢાર્થ પણ ગૌતમ જ રાજાને સમજાવે છે. - ત્રીજા અંકમાં પણ માલવિકા પ્રમદવનમાં શા માટે આવી હેવી જોઈએ તે ગૌતમ રાજાને કહે છે. ફૂલ ન આપનાર અશોકવૃક્ષને ચરણપ્રહાર કરી તેને દેહદ પૂર્ણ કરવાની કામગીરી ધારિણીએ માલવિકાને સોંપી હોવી જોઈએ, નહીં તે ને માલવિકા જેવી દાસીને રાજકુળના વિશિષ્ટ ઘરેણાં પહેરવા આપે નહીં, એ ગૌતમે કરેલ તર્ક સો ટકા સાચે પડે છે. માલવિકા અને બકુલાવલિકાના સંવાદ ઉપરથી માલવિકા રાજાને ચાહે છે એ અર્થ પણ ગૌતમ રાજાને સમજાવે છે.