________________ વિદુષક બીજા અંકમાં માલવિકાનું નૃત્ય શરૂ થાય તે પહેલાં ગૌતમ રાજાને એક મહત્વની સૂચના આપે છે. એ કહે છે, “દોસ્ત, મધ પાસે છે, પણ મધમાખી પણ પાસે છે તેનો ખ્યાલ રાખજે, આનંદ લૂંટ હોય તે લૂંટ પણ જરા કાળજીપૂર્વક !" આ પ્રસંગમાં ગૌતમે માલવિકાના નૃત્યમાં શોધી કાઢેલી ભૂલ પણ હાસ્યાસ્પદ છે, પણ તેને ઉદ્દેશ માલવિકાને વધુ સમય રંગભૂમિ ઉપર રેકી રાખવી, એ છે. બ્રાહ્મણની પૂજા રહી ગયાને અસંબદ્ધ દોષ બતાવી વિદૂષક જે હાસ્યનું મેજું ફેલાવે છે, તેથી માલવિકા પણ મિતહાસ્ય કરે છે, અને આમ તેના રિપતયુક્ત સૌંદર્યના દર્શન રાજને થાય છે. આ બંને પ્રસંગોમાં વિદૂષકે મૂખ જેવો વર્તાવ કર્યો હોય તો પણ તેમાંથી ત્રણ હેતુઓ સિદ્ધ થાય છે. (1) રાજા માલવિકોને જોઈ શકે છે. (2) આ કારસ્તાનમાં રાજા કે વિદૂષકને હાથ હોઈ શકે એવો કોઈને પણ ખ્યાલ આવતા નથી. (3) રાજાના અંતરંગ મિત્ર તરીકે તેના પ્રેમમાં મદદ કરવાની અને તેને આનંદ આપવાની ગૌતમની જવાબદારી યશસ્વી રીતે પૂરી થાય છે. ગૌતમ ગણુદાસ અને ધારિણીને આબાદ બનાવી જાય છે, એ પ્રતીતિ પણ કારસ્તાનના યશમાં પિતાનો ફાળો સેંધાવે છે. ગૌતમ જયારે માલવિકાના નૃત્યમાં દોષ કાઢે છે, ત્યારે ધારિણી એ મૂર્ખ તરફ દુર્લક્ષ કરવાનું સૂચવે છે, પણ ગણુદાસ કહે છે કે, “ગૌતમ મૂખ હોય તે પણ એમાં સૂક્ષ્મ દૃષ્ટિ નથી એમ કેમ કહી શકાય ? ડાહ્યાઓની સંગતિથી ભૂખ પણ ડાહ્યો બને છે. મુખતાનું નાટક કરી ગોતમ બીજાને કેવી રીતે બનાવે છે તેને આ એક ઉત્તમ દાખલો છે. માલવિકાની પ્રાપ્તિ કરાવી આપવામાં ગૌતમે રાજાને એક મિત્ર તરીકે કરેલી મદદ અપ્રિતમ છે. અગ્નિમિત્રને બધે આધાર ગૌતમ ઉપર જ હોય છે. અગ્નિમિત્રની માલવિકા સાથેની પહેલી મુલાકાતથી માંડી છેવટે તેમના પરિણય સુધી જે કાંઈ યોજનાઓ અથવા ઘટનાઓ બને છે, તે દરેકમાં અગ્નિમિત્રને ગૌતમની પ્રત્યક્ષ મદદ થઈ છે. નૃત્યાભિનયને પ્રસંગ પુરો થયા પછી ગૌતમ અગ્નિમિત્રને કહે છે કે, “મારાથી બનતું બધું મેં કર્યું છે. પરંતુ ગૌતમ પોતાના મતિવિભવને આ પ્રમાણે મર્યાદા પાડે એ અગ્નિમિત્રને કબૂલ નથી, કારણકે છેવટ સુધી તેને ગૌતમની મદદની અપેક્ષા છે, આ તે બદલ તે તેને વિનંતિ પણ કરે છે. માલવિકાની મુલાકાત માટે જ અગ્નિમિત્રને ગૌતમની મદદ લેવી પડે છે એવું નથી. અમદવનમાં અથવા તે સમુગૃહમાંના મુશ્કેલીભર્યા પ્રસંગોમાં પણ તેણે ગૌતમ વિના શું કર્યું હેત Bણ જાણે ?