________________ ગૌતમ - 221 પહેલા બે અકામાં પણ ગૌતમે જે મૂર્ખાઈ બતાવી છે તે પાછળને તેને હેતુ સ્પષ્ટ છે. નાટ્યાચાર્યોની લડવાડ જામે, તે અંત છેવટે નૃત્યાભિનયના પ્રયોગમાં થાય, અને અગ્નિમિત્ર માલવિકાને પ્રત્યક્ષ જોઈ શકે એ ગૌતમને હેતુ છે. તેથી બંને નાટ્યાચાર્યોના એકબીજા વિરુદ્ધ કાન ભંભેરી તેણે ભણી જોઈને આ તકરાર ઊભી કરી હોય છે. “ઝગડતા બકરા” “લઢતા હાથીએ” વગેરે ઉપમાઓ તે તેમને માટે વાપરે છે, અને નાટશિક્ષણ આપવાને બહાને મફતને પગાર લેવાને અને સરસ્વતીના નિવેદને નામે મિષ્ટાને ખાઈ મસ્ત રહેવાને નાચાર્યોનો ધંધે જ હોવાને તે લુચ્ચે આરોપ કરે છે. આમ વિનેદને નામે બંને નાટયાચાર્યોના મર્મસ્થાને હણવાને ગૌતમે પ્રયત્ન કર્યો છે. ધારિણી તેને સમજાવવા પ્રયત્ન કરે છે પણ તે સમજાતું નથી. આખરે ધારિણી ખિજાય છે, ગુસ્સે થાય છે પણ ગૌતમ તેને અર્થ જુદે જ બતાવે છે. તે કહે છે કે ગણુદાસ હરિફાઈમાં ટકી શકે એ ન હોવાને લીધે ધારિણી તેને બચાવવા માગે છે. ગણુદાસ એ સહન કરી શકતે નથી, અને તે પિતા છેવટને નિર્ણય જાહેર કરે છે કે જે સણી તેને આ સ્પર્ધામાં પિતાના ગુણ બતાવવાની તક નહીં લેવા દે, તો તે રાણીના વિશ્વાસને પાત્ર નથી એમ સમજવામાં આવશે. ધારિણું કાંઈ કરી શકતી નથી. લડવાડ વધી ન પડે, અને નૃત્યાભિનયને પ્રયોગ ન કરવો પડે તે માટે તેણે કરેલા બધા પ્રયત્ન ભાંગી પડે છે. અર્થાત એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે નાટાચાર્યોની લડવાડના પર્યાયમાં નૃત્યાભિનયના પ્રયોગનું સૂચન પરિવ્રાજિકા કરે છે. પરિવાજિકાને પણ ગૌતમે પહેલેથી જ વિશ્વાસમાં લીધી હતી. તેણે માલવિકાના પ્રેમ ખાતર, માલવિકા અનિમિત્રની રાણી થાય તે સારું એમ માની રાજીખુશીથી ગૌતમને મદદ કરવાનું કબૂલ કર્યું હોવું જોઈએ. અર્થાત અગ્નિમિત્ર માલવિકાને પ્રત્યક્ષ જોઈ શકે તે માટે જ ગૌતમે આખી યોજના ઘડી હતી - તે વિશે શંકા નથી. પિતા ઉપર અથવા રાજા ઉપર કોઈને શંકા ન આવે તે માટે તે નાટયાચામાં લડવાડ ઉભી કરે છે, અને એ બંનેના લીધે જ આ પ્રસંગ નિર્માણ થાય એવી સૂક્ષ્મ અને ચતુરાઈભરી દેજના તે કરે છે. આ આખા પ્રસંગમાં રાજા કાંઈ પણ બોલતા નથી, અને ગૌતમ જે વિદૂષકગીરી કરે છે તેને લીધે એક રીતે બળતામાં ઘી રેડાય છે, પણ તે સાથે જ, તેને વિશે કોઈના મનમાં શંકાને સ્પર્શ પણ થતું નથી. અર્થાત આ આખ પ્રસંગ એ કાઈના ફળદ્રુપ ભેજાએ ગોઠવી કાઢેલું કારસ્થાન હોવું જોઈએ એ ધારિણે સમજે છે, અને અગ્નિમિત્રને કહે છે પણ ખરી કે, “રાજકારણમાં જે આપે આવી બુદ્ધિ વાપરી હેત તે ફાયદ. તો થાત !"