________________ ગૌતમ 219 : નજરે જોઈ હતી અને તેથી તે ખૂબ સંતપ્ત થઈ હતી. આ નાની રાણુના સંતેષ ખાતર મોટી રાણું ધારિણીએ માલવિકાને કેદખાનામાં નાંખી હતી, અને પિતાની નાગમુદ્રા બતાવ્યા વિના તેને કેઈને મળવા દેવી નહી, અથવા છોડવી નહીં એવું પહેરેગીર દાસીને કડક ફરમાન કર્યું હતું. આ પરિસ્થિતિમાંથી માલવિકાને છોડાવવા ગોતમે સર્પદંશનું નાટક કર્યું હતું. પહેલેથી ઘડી રાખ્યા પ્રમાણે તેને ઝેર ઉતારવા રાજવૈદ્યને ત્યાં લઈ જવામાં આવ્યો. રાજવઘે મંત્રપ્રયોગ માટે નાગમુદ્રાની માગણી કરી, ધારિણીની અંગૂઠી ઉપર પણ નાગમુદ્રા. તે હતી જ. પિતાને લીધે આ બ્રાહ્મણના પ્રાણ જશે એ બીકે ધારિણીએ તરત જ અંગૂઠી કાઢી આપી. અને અંગૂઠી મળ્યા પછી ગોતમના બધા રસ્તા ખુલા થયા હતા. તે સીધે સમુદ્રગ્રહ જાય છે, અને દ્વારપાલિકાને કહે છે કે રાજાના ગ્રહ પ્રતિકૂળ હોવાને લીધા બધા બંદિજનેને મુક્ત કરવા રાજ જ્યોતિષીએ આદેશ કર્યો છે. ઉપરાંત ધારિણે પાસેથી તેણે નાગમુદ્રા તે મેળવી હતી. જ ! રાજ્યકારભારનું નિમિત્ત લઈ અગ્નિમિત્ર પણ ધારિણીના મહેલમાંથી, પિતાને છૂટકારો કરે છે અને સીધે સમુદ્રગ્રહમાં આવે છે. આ પ્રમાણે માલવિકા અને અગ્નિમિત્રનું સમુદ્રગૃહમાં મિલન ગોઠવાયું હતું. પછી ગૌતમ અશકપલ્લવ ચરતાં હરણોને હાંકી કાઢવા બહાર નિકળે છે, અને પ્રેમીડાંઓને એકાંત મેળવી આપે છે. માલવિકા સાથે બકુલાવલિકા હતી. તે પણ બહાર જાય છે અને પહેરો ભરે છે. ગોતમ દ્વાર પાસે બેઠે હોય છે, ત્યાં જ કમનસીબે એને. ઊંઘ આવે છે. . આમ ખરી રીતે ગૌતમે આખા પ્રસંગની યોજના ખૂબ જ વિચારપૂર્વક કરી હતી. પિતાની યોજના સફળ થયાના આનંદમાં તે ઝોકાં ખાય છે અને ઊંઘે છે. પણ પિતાના સર્પદંશના સમાચાર મળતાં જ ઈરાવતી ઉતાવળથી પિતાના સમાચાર પૂછવા આવશે એ એને ખ્યાલ ન હતો. અમદવનમાં રાજાએ કરેલી વિનંતિને તરછોડીને ઈરાવતી ગુરસામાં નીકળી ગઈ હતી. પણ એ રીતે તેણે પતિનું અપમાન જ કર્યું હોવાને લીધે પાછળથી એને પશ્ચાત્તાપ થાય છે, અને તક મળતાં અહીં આવવામાં રાજા સાથે નમતું જોખવાને તેને એક ઉદ્દેશ હોઈ શકે. પણ તેને ગૌતમને કયાંથી ખ્યાલ આવે ? આમ અહીં ઈરાવતીનું આગમન અચાનક અને અકલ્પિત હતું અને તેથી કાં ખાઈ ઊંઘમાં બબડતે ગોતમ પકડાઈ ગયે. આમ આ પ્રસંગમાં ગોતમની બેદરકારી કરતાં ઈરાવતીના અચાનક અને અનપેક્ષિત પ્રવેશને લીધે જ આખી યોજના નિષ્ફળ જાય છે. બાકી ગતમે. પૂરો વિચાર કરી આ યોજના ઘડી હતી. અને અણુને વખતે ઈરાવતી આવશે :