________________ 218 : . વિદૂષક અગ્નિમિત્ર વિશે બે વાત’ કહી તેના દિલમાં અગ્નિમિત્ર વિશે લાગણી પેદ કરવાનું કામ ગોતમે બકુલાવલિકાને રાજા વતી સોંપ્યું હોય છે. બકુલાવલિકાને બધી વાતો બરાબર યાદ રહેશે કે કેમ તે વિશે રાજાના મનમાં શંકા હોય છે, પણું ગોતમ તેને કહે છે કે મારા જેવો મૂરખ પણ એ વાત વીસર્યો નથી, તે એ ચતુર દાસી કેમ ભૂલે ?" પછી, જ્યારે માલવિકા બકુલાવલિકા સાથે અશોક વૃક્ષ પાસે જઈ તેને લાત મારે છે ત્યારે ગોતમ એકદમ આગળ આવી તેમને ધમકાવતાં કહે છે, 'રાજસાહેબના પ્રિયક્ષને લાત મારતાં તમને શરમ નથી. આવતી ? બકુલાવલિકા કાંઈ નહીં તે તારે તે સમજવું'તું ? બિચારી માલવિકા ગુન્હેગારની માફક ગભરાઈ જાય છે. આ આ પ્રસંગ ઇરાવતી ઝાડ. પાછળ સંતાઈને જેતી હોય છે. ગોતમની આ અકારણ મૂર્ખાઈ જઈ તે ખિજાય છે, અને તેને મનમાં ગાળો આપે છે. માલવિકા અને અનિમિત્ર સમુદ્રગૃહમાં એકબીજાને મળે છે. તે વખતે ગૌતમ બારણુ પાસે પહેરો ભરે છે. ત્યાં જ તે બળદ જે બેઠાં બેઠાં ઝોકાં ખાય છે, અને ઊંઘમાં માલવિકાનું નામ બબડે છે. આ બાજુ ગૌતમને સાપે કરડ્યાના સમાચાર ઇરાવતીને મળે છે. તેથી તેની ખબર પૂછવા, અને પિતાના રાજ સાથેના ઉદ્ધતાઈ ભર્યા વર્તનની માફી માગવા તે એક દાસી સાથે ત્યાં આવે છે. માલવિકા અને અગ્નિમિત્ર સમુદ્ર ગૃહમાં હોવાનું તે જાણતી નથી, પરંતુ ગૌતમ માલવિકાનું નામ બબડે છે તેથી તેમને આખી વાતને પૂરો ખ્યાલ આવી જાય છે. દાસી ગૌતમ ઉપર વાંકીચૂંકી લાકડી ફેકે છે, તેથી તે ચમકી ઊઠે છે અને બૂમો પાડે છે. તે સાંભળતાં જ અગ્નિમિત્ર અને માલવિકા સમુદ્રગૃહમાંથી બહાર આવે છે. આમ બંને પંખીડાઓનું ગુપ્ત મિલન ખુલ્લું પડી જાય છે. ઇરાવતી પાછી બળે છે. ધારિણીની નાની બહેનને જો તે વખતે અકસ્માત ન થયે હેત, અને બધાનું છે તે તરફ ધ્યાન ગયું ન હોત તે આ પ્રસંગમાંથી છૂટતા બધાને ભારે થઈ પડત. સમુદ્રગ્રહમાંના માલવિકા અને અગ્નિમિત્રના ગુપ્ત મિલનની આ પ્રમાણે જે જાહેરાત થઈ, અને આખો કાર્યક્રમ ભાંગી પડશે તેનું કારણ ગૌતમની બેદરકારી છે. તે ઝોકાં ખાઈ ઊંઘમાં બબડે છે. તેને લીધે આ ભેદ ખુલી જાય છે. પણ ગૌતમના આ બાઘાપણને બીજી રીતે પણ સમજાવી શકાય. માલવિકા અને અગ્નિમિત્રનું મિલન થાય તે માટે ગોતમે ખૂબ વિચાર કરીને આખી યોજના ઘડી હતી. આ પહેલાં, અમદવનમાં થયેલી તેઓની મુલાકાતમાં અગ્નિમિત્રે માલવિકા સાથે જે પ્રણયચેષ્ટાઓ કરી હતી, તે ઈરાવતીએ પિતાની