________________ 2 વસંતક बसन्तको भवान् बनु / -પ્રતિજ્ઞાયૌગધરાયણ, 3. પ્રતિજ્ઞાયૌગધેરાયણને ત્રીજો અંક શરૂ થાય છે, અને એક ભિખારી રંગભૂમિ ઉપર પ્રવેશે છે. એ આ નાટકને વિદૂષક છે. એક મંદિરમાં ચાલતા કોઈ ઉત્સવમાં તેને લાડવાને પડિ અને દક્ષિણ દાનમાં મળ્યાં છે. લાડવાને, પડિયે બાજુએ મૂકી દક્ષિણના પૈસા ગણવામાં તે મશગૂલ હોય છે ત્યાં જ ડેઈ એને લાડવાને પડિયે લઈ પલાયન થાય છે. વિદૂષક પિતાના લાડવા શોધવા નીકળે છે. તે મેંથી બબડાટ કરે છે અને મોટી મોટી ચીસો પાડે છે. બ્રાહ્મણ હોવાને લીધે જ વિદૂષકને લાડવા અને દક્ષિણ મળે છે એ ખરું, પણ પિતાનું બ્રાહ્મણપણું બતાવવાને વારે તેને આવતા તે તે શું કરત એ વિચારવું જ રહ્યું. પોતાની વિદ્વત્તા બતાવવાને પ્રસંગ તેને માટે આવતે નથી એ એનું સદ્ભાગ્ય છે. છતાં બ્રાહ્મણ જાત વિશે તેને ઓછું અભિમાન નથી ગરીબ બ્રાહ્મણ ઉપર હલ્લો કરી તેના લાડવા ચેરવામાં આવે એમાં બ્રાહ્મણ જાતિનું અપમાન રહેલું છે, એમ તે બૂમો પાડીને કહે છે. પછીથી, જયારે તેને પિતાના લાડવા પાછા મળે છે, ત્યારે તે હર્ષઘેલા થઈ જાય છે. આનંદ સાથે તે શ્રમણકને લાડવા ભેટ ધરે છે, તેમજ સ્વસ્તિવાચનના મંત્ર તેને બેલી બતાવવા તૈયાર થાય છે. પણ એ ખાલી દેખાવો છે. બ્રાહ્મણને ખાસ ગુણ છે ખાઉધરાપણું. તેમાં વિદૂષક ગાળે જાય એવો નથી. ખરી રીતે આ લાડવા મળતાં પહેલાં પણ એણે થોડી મીઠાઈ પચાવી હોય છે. 'તેના તેને ઓડકાર આવે છે, પિતાના ઓડકાર ડુક્કરના માંસ જેવા ગંધાતા નથી. એ માટે તે પિતાની જાતને ધન્યવાદ આપે છે! આમ હોવા છતાં, તેને લાડવાને લાભ ઓછો થયો નથી. વિદૂષક લાડવા શોધે છે ત્યાં જ ચોમાસામાં રસ્તા ઉપર વહેતા ફીણવાળા ગંદા પાણીના પ્રવાહ જેવો એક ગાંડો માણસ આમતેમ દેડતે ત્યાં આવે છે. તેની પાસે લાડવાને પડિ હેય છે. તે ગાંડા જેવો મટેથી હસે છે. તે ઉન્મત્તક છે. ઉન્મત્તક પાસે પિતાના લાડવા જોઈ વિદૂષક તેની સાથે લડવા તૈયાર થાય છે અને વખત આવે “બે આપી દેવા' પણ તૈયાર થાય છે. તે હિંમતથી