________________ 3 વસંતક भवास्तु मुंखरः -સ્વપ્નવાસવદત્ત, 4 પિતાની રાણી વાસવદત્તા ઉપર રાજા ઉદયને ખૂબ જ પ્રેમ કરતે હતે... હંમેશા તે તેની સાથે રહે તેથી પોતાના રાજ્યકારભાર તરફ તે બેદરકાર બન્યા હતા. પરિણામે નજીકના દુશ્મને તેના ઉપર ચઢાઈ કરી, અને તેનું રાજ્ય પચાવી પાડયું. રાજા ઉદયનને પિતાની રાજધાની કૌશામ્બી છોડવી પડી. તે નજીકનાં લાવણુક નામના ગામમાં રહેવા લાગ્યો. પણ તેના જીવનમાં કેઇપણ ફેરફાર થશે નહીં. પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાની તે વાત પણ કરતા નહીં, કારણકે વાસવદત્તા સાથે હોય તે તેને બધી વસ્તુઓ, મળ્યા બરાબર લાગતી. એક વખત ઉદયન શિકાર કરવા ગયે, તે વખતે લાવાણકને અચાનક આગ લાગી, અને તેમાં વાસવદતા બળી ગઈ. રાણીને બચાવવા જતાં મંત્રી યોગન્ધ– રાય પણ આગને ભેગ બને. આ આખી ઘટના એટલી ભયંકર હતી કે તેને કોઈપણ વીસરે નહીં. ખરી રીતે તે લાવાણુકની આગમાં યૌગન્દરાયણ અને વાસવદત્તા બળી ગયાં છે એ એક અફવા હતી. યૌગધેરાયણે એવી એક પેજના ઘડી હતી. અનિદાહ પછી ઉદયને લાવાણુકને છેડી દીધું, અને મગધના રાજા દર્શકને મહેમાન બન્યું. ત્યાં દશકની બહેન પદ્માવતી સાથે તેના વિવાહ કરવામાં આવ્યા. પછી તે ઉદયન મગધના રાજમહેલમાં જ રહેવા લાગ્યો. તેની સાથે તેને મિત્ર વસંતક હતે. મગધમાં ઉદયનને વાસવદત્તાની ખૂબ જ યાદ આવતી, પણ વિદૂષકના દિવસો સુખથી પસાર થતા હતા કારણ કે એ અગ્નિપ્રલય પછી સુખના દહાડા આવશે અને તેને ખ્યાલ પણ ન હતો. તેથી તેનું મન નવું સુખ ઉપભેગવા લલચાયું હતું. બધે હાહાકાર મચાવનાર અગ્નિદાહ, અને હૃદય પિગળાવી નાખનાર ઉદયનને વિલાપ બંનેને એણે બાજુએ મૂક્યા હતા. ઉદયનને વિવાહ સવ ચાલુ હતું, અને બધે મોજમજા અને મિજબાનીઓનું વાતાવરણ સર્જાયું હતું. તેમાં જમાઇરાજના મિત્ર તરીકે વસંતકની વિશેષ કાળજી લેવામાં આવતી હતી. જુદાં જુદાં મહેલમાં રહેવું, અંતઃપુરના કૂવાઓ પર સ્નાન કરવું, અને