________________ ર૧ર - વિદુષક બાંધેલા છે” - “વિષક આરામથી વાત કહેવાનું શરૂ કરે છે, પણ ઉજજયિનીનું નામ સાંભળતાં જ ઉદયનની જૂની યાદ તાજી થાય છે. આ પ્રસંગે જૂની યાદ ન આવે તે સારું એમ ધારી ઉદયન તે શાની વાત કહેવાનું છે તે પૂછે છે. વિદૂષક પાસે કયાં વાતને ભંડાર છે છે ! “આ નહી તે બીજી' એમ કહી તે બીજી વાત શરૂ કરે છે. “બ્રહ્મદત્ત નામનું એક શહેર હતું. ત્યાં કાંપિલ્ય. નામને રાજા રાજ્ય કરતે હો ....." - વાત કહેવાનો ઉત્સાહમાં વસંતકનું ભાન ક્યાં હતું કેણ જાણે ? તેણે. રાજાનું નામ શહેરને અને શહેરનું નામ રાજાને આપ્યું હતું. દાસીને પિતાના અપચનનું દુઃખ કહેતી વખતે, કાગડાને બદલે કોયલની આંખ કહી તેણે એ જ શબ્દને ગોટાળે વાલે હતે. દાસીનું એ તરફ ધ્યાન ન હોવાને લીધે હોય, અથવા શુદ્ધ બોલવા કરતાં વધુ ખાવા તરફ જ વિદૂષકનું ચિત્ત હોવાને લીધે હેય, પણ તે વખતે તેની ભૂલ કોઈએ સુધારી નહીં. પણ આ પ્રસંગે ઉદયન. તેને પકડી પાડે છે, અને કહે છે, મૂરખ કાંપિલ્ય એ શહેરનું નામ છે અને બ્રહ્મદત્ત બ્રાહ્મણનું નામ છે. પણ ભૂલ થાય એ વસંતક માટે કોઈ ખાસ ગંભીર વાત. નથી. તેથી તે કહે છે, “ઠીક હું જરા આટલું. ગેખી લઉં' વસંતક એ શબ્દ ગોખે છે. તેટલી વારમાં ઉદયન ઘસઘસાટ ઊંઘી જાય છે. વિદુષકની વાત પણ તેને સ્વસ્થ અને આરામપ્રિય સ્વભાવની માફક આગળ વધતી નથી. વિદૂષક ખાવાપીવામાં કે વાત કરવામાં જેમ આરામપ્રિય છે તેમ માનસિક સ્વાથ્ય પણ તેને પ્રિય હોવું જોઈએ. બીકણ સ્વભાવ એ તેની વિશેષતા હે શકે પણ બીક લાગ્યા પછી થતે મનને ત્રાસ તેને અપ્રિય હોવો જોઈએ ? આમ તે હિંમતની વાત કરશે, પણ જ્યાં સુધી તેમાંથી તકલીફ ન થવાની ખાત્રી હેય ત્યાં સુધી જ. ભમરાઓ સતાવે છે ત્યારે તે પોતાની લાકડી ઉગામી તેમની પાછળ દોડે છે. ઉદયન જ્યારે પિતાના પ્રશ્નનો જવાબ આપતો નથી, ત્યારે તે તેને દમ મારે છે, પણ ઉદયન જરાક ઊંચે અવાજ કરે છે કે તેના હાાં ગગડી જાય છે ! પિતાને વાસવદત્તા કરતા પદ્માવતી વધુ પ્રિય છે એમ તે જરા પણ બીક વગર કહી નાંખે છે, કારણ કે વાસવદત્તા જીવતી નથી એમ તે જાણે છે. છતાં ઉદયન જ્યારે હું બધું વાસવદત્તાને કહી દઈશ” એમ કહે છે ત્યારે વસંતક ગભરાય છે. ઉદયનને તેના સ્વભાવની ખબર હોવાને લીધે તે બધી વાતોને મશ્કરી સમજે છે, પણ વાસવદત્તાને સ્વમાની સ્વભાવ એ સાંખી શકતા નથી. તે સ્વગત કહે છે, “યાદ રાખજે શું કહે છે તે.” વાસવદત્તા સાચા સ્વરૂપમાં આવ્યા પછી વિદૂષકની શી વલોહ થાય છે તે નાટકમાં બતાવવામાં