________________ વસંતક 211 કર્યો હોય, તે પણ વાસવદત્તાએ તેના મન ઉપર એટલો કાબૂ મેળવ્યો હતો કે પદ્માવતીને તેનું સ્થાન મળી શકે તેમ ન હતું. પદ્માવતીને માઠું ન લાગે માટે રાજા આ અપ્રિય ઉત્તર આપવાનું ટાળતો હતો. પરંતુ વિદૂષક ગમ્મત કરે છે. ઉદયન પોતાના પ્રશ્નનો ઉત્તર સીધી રીતે આપતું નથી, એમ જોઈ તે પિતાના હાથ પહોળી કરી રાજા સામે ઊભે થઈ જાય છે, અને જે જવાબ ન મળે તે તેને એક ડગલું પણ આગળ નહીં ભરવા દેવાની તે ધમકી આપે છે. “બ્રાહ્મણની આ હિંમત જોઈ રાજ પણ પોતાની બાંયે ચડાવે છે. ! ત્યારે વિદૂષક ગભરાય છે ! વિદૂષકમાં થયેલ આ ફેરફાર જોઈ રાજાને હસવું આવે છે છતાં તેને ચગાવવા રાજા પોતે જ ગભરાયો હોય એ અભિનય કરે છે. “પિતાનું જોર જેઈ ઉદયન ગભરાયો” એવું માની વિદૂષક ખુશ થાય છે. પણ તે ઉદયનને એટલેથી જ છોડતો નથી. પોતાની દોસ્તીના સોગંદ ખવડાવી તે પોતાના પ્રશ્નને ઉત્તર મેળવે છે. ઉદયનને પિતાને વાસવદત્તા વિશેને પ્રેમ તેની સામે જાહેર કરવો પડે છે. વિદૂષકનું આ નાટક જોઈ ઉદયનને પણ મજા પડી હોય એવું લાગે છે. વિદૂષકને વારે પૂરી થયા પછી, ઉદયન પણ એ જ પ્રશ્ન પૂછે છે, અને વસંતકે કરેલા નાટકનું પુનરાવર્તન કરે છે. લતાકુંજમાં રહેલ પદ્માવતીને આ બધું જોતાં મહારાજ પણ વિદૂષક થયા હોય એવું લાગે છે. ઉદયનના પ્રશ્નનો જવાબ આપતાં પિતાને પદ્માવતી વધુ પ્રિય હોવાનું વસંતક જણાવે છે કારણકે તે તેના જમણ વિશે ખૂબ જ કાળજી લે છે, અને પેટ ભરીને તેને મિષ્ટાનો ખવડાવે છે. પણ વિદૂષક કરતાં ઉદયનને ઉત્તર વધુ મહત્ત્વ છે. પદ્માવતી વિશે તેને અત્યંત આદર છે પણ વાસવદત્તા વિશે તેના હૃદયમાં ઊંડે પ્રેમ છે. પદ્માવતીને આ કટુ સત્યની જાણ થતાં તેના હૃદયને આઘાત પહોંચે છે, અને શીર્ષ વેદનાથી પીડાય છે. તેનું માથું દુખે છે. આ વાતની જાણ થતાં જ ઉદયન તેને સમુદ્રગ્રહમાં મળવા જાય છે. પલંગ ઉપર બિછાનું પાથરેલું હોય છે. સમી સાંજનો ઠંડો પવન લહેરાત હોય છે, પણ પદ્માવતી ત્યાં આવી હતી નથી. પલંગ ઉપર બેસી તેની રાહ જતાં ઉદયનને ઊંઘ આવે છે. તેથી તે વિદૂષકને કઈ વાત સંભળાવવાનું કહે છે. વિદૂષક તે આવા પ્રસંગની વાટ જ જોતા હોય છે. પોતે વાત કહે તે પહેલાં ઉદયન હુંકાર કરે એવી તે કબૂલાત કરાવે છે અને પછી વાત કહેવાની શરૂઆત કરે છે. “ઉજજયિની નામની નગરી છે. ત્યાં લેકેને ન્હાવા સુંદર સ્નાનગૃહ