________________ વસંતલ આવી નથી એ સદ્ભાગ્ય છે, પણું, વસંતક બીકણુ છે એમાં શંકા નથી. સમુદ્રગૃહના દ્વાર પરની ફૂલની માળા તૂટીને નીચે પડે છે. પવનને લીધે તે હાલે છે. તેને સાપ સમજી વિદૂષક બૂમો પાડવાની શરૂઆત કરે છે. ઉદયન એને સમજાવે છે તે પણ તે સમુદ્રગ્રહમાં પગ મૂકવા તૈયાર થતું નથી. પોતાના આળસુ અને આરામપ્રિય સ્વભાવને લીધે વસંતક બેલવામાં આવશ્યક કાળજી રાખી શક્યો નથી. પણ તેથી તે બળે છે એમ માનવાનું કારણ નથી. વસંતક એમ તે હાંશિયારઅને ચાલાક છે. મુશ્કેલીમાં કે દુઃખના પ્રસંગમાં ઉદયનને તે અચૂક મદદ કરે છે. વાસવદતાના મૃત્યુથી ઉદયનના મનને કેટલે મોટો આઘાત પહોંચે છે તેને તેને ખ્યાલ છે. ઉદયનના મનને જૂની. યાદ ન સતાવે તે માટે તે હંમેશા કાળજી લે છે, અને કોઈ પણ રીતે તેના મનને સુખ થાય તે માટે તે પ્રયત્ન કરે છે. મગધના રાજમહેલમાં, તે જાણી જોઈને તેને પ્રમહવનમાં લઈ આર્વે છે, અને ત્યાં ખીલેલા પુપો, અથવા દૂર ક્ષિતિજ સુધી પથરાયેલા ભૂરા આકાશમાં ઊંચે ઊડતી સફેદ બગલાંની હાર તરફ ઉદયનનું ધ્યાન ખેંચે છે. પારિજાતકના ફૂલ વીણેલાં જોઈ પદ્માવતી ક્યાંક પ્રમવનમાં જ હેવી જોઈએ, એ તે અનુમાને છે, અને તેને શોધવાને પ્રયત્ન કરે છે. ઉદયનની ભાવવિકલ પરિસ્થિતિ ધ્યાનમાં લઈ ભમરાઓએ પિતાને આપેલે ત્રાસ તે સહી લે છે. ઉદયનનું મન રિઝવવા તે જાણી જોઈને વિવિધ વિષયો શેાધી કાઢે છે, અને પિતાની વર્તણૂક દ્વારા તેને હસાવે છે. વાત કહેવા તે હંમેશા તૈયાર હોય છે. અમદવનમાં વસંતક ઉદયનને વાસવદત્તા વિશે પૂછે છે. તેથી ઉદયન અસ્વસ્થ થાય છે. વાસવદત્તાની યાદ આવવાથી તેની આંખમાં આંસુ આવે છે. વસંતક તેનું મોં ધેવા પાણું લેવા જાય છે તે જ વખતે પદ્માવતી લતામંડપની બહાર આવે છે, અને રાજાને રડતો જુએ છે. હાજર જવાબી વિદૂષકને પણ એ ઘડીએ શું કહેવું તે સૂઝતું નથી. પણ પછી તે તરત જ કહે છે, “કાંઈ ખાસ નથી. -એ તે ફૂલની રજકણ આંખમાં પડવાને લીધે મહારાજની આંખમાં આંસુ આવ્યા. એમને માટે પાણું લેવા સારું હું બહાર ગયા હતા. -વસંતક એટલુંજ કહી અટકતા નથી પણ પદ્માવતીને રાજાના હાથ ઉપર પાણી રેડવા સૂચવે છે. વસંતકની એ હોંશિયારી જોઈને પદ્માવતી સ્વગત કહે છે, “મોટા માણસોના સેવકે પણ મેટા હોય છે. પ્રમદવનમાંને પ્રસંગ વસંતકે મા ખાતર ઉદયનને પૂછેલા પ્રશ્નથી શરૂ થાય છે, પણ તેનો અંત આંસુઓમાં આવે છે. પદ્માવતી કાંઈ વધુ ન પૂછે અને ઉદયનના મનને વધુ