________________ આઘાત ન પહોંચે માટે દર્શકની મુલાકાતે જવા મોડું થાય છે' એમ તે કહે છે કે અને આમ આ પ્રસંગ પૂરે થાય છે. સમુદ્રગ્રહમાં ઉદયનને બે ઘડી ઉંઘ આવે છે. તે જ વખતે ત્યાં પદ્માવતીના સમાચાર પૂછવા આવેલી વાસવદત્તાને તે અડધો ઊંઘમાં આછી જુએ છે; અને તેથી અગ્નિદાહમાં વાસવદત્તા બળી ગઈ કે જીવતી છે એવો સંશય ઉદયનના. મનમાં નિર્માણ થાય છે. પરંતુ બધી ચોખવટ માટે વખત પાકો ન હોવાને લીધે ઉદયને વાસવદત્તાનું સપનું જોયું હોવું જોઈએ એમ વસંતક તેને કહે છે. છતાં ઉદયન માનતા નથી. ત્યારે તે કહે છે કે આ રાજમહેલમાં રહેતી અવંતીસુંદરી નામની યક્ષિણીને તેણે જોઈ લેવી જોઈએ. હાજરજવાબી ઉત્તરે આપી ઉદયનના મનનું સમાધાન કરવાની, મુશ્કેલીઓમાં તેને સંભાળવાની, પોતાની ગમ્મત કરી તેને હસાવવાની, વાસવદત્તાની વિરહ. વેદનાઓનું દુખ વસાવાની અને તે સાથે જ મનમાં વાસવદત્તાની યાદ હંમેશા તાજી રાખવાની મહત્વની કામગીરી વસંતક કરે છે... - ઉદયનને આ મિત્ર ખાઉધરે હશે, વાચાળ હશે, બેલતી વખતે શબ્દના અર્થો જાણવાની તે કાળજી નહીં લેતે હેાય, તે પણ વાસવદત્તાના દુઃખને લીધે આળા બનેલ ઉદયનના દિલને તેણે ફૂલની માફક સાચવ્યું છે. પિતાના વિવેદી સ્વભાવ દ્વારા ઉદયનનું મન પ્રફૂલ્લિત રાખવાનું તે ભૂલ્યા નથી.