________________ 210 વિદુષક કારણ કે તેને અજીર્ણ થયું છે. લેહીમાં બગાડ થઈ પોતાને વાતવિકાર થયો છે. જોઈએ એવી તેના મનમાં શંકા છે. એ શંકા તેને ભૂતની માફક સતાવે છે. તે કરગરીને કહે છે, કેયલને ડોળા ફરે તેમ મારા પેટમાં ગોળ ફરે છે. આ કુક્ષિપરિવર્તનને લીધે તેની બુદ્ધિ પણ પરિવર્તન પામી છે, ભમી ઉઠી છે, કારણ કે અક્ષિપરિવર્તન-એટલે કે આંખનું ફરવું એ કાગડાની બાબતમાં હોઈ શકે કાયલની બાબતમાં નહીં એને પણ તેને ખ્યાલ રહ્યો નથી. પોતાના કમનસીબની આ કરુણ કથની તે દાસીને કરગરીને કહે, તે પણ દાસીને તેની કાંઈ જ પડી નથી. ઊલટું તે તેને કહે છે, “બરાબર છે. આમ જ થવું જોઈએ.” કશાની ફિકર કર્યા વગર તે પકવાન પર તૂટી પડ્યો હતો એ દાસીએ જોયું હતું, તેથી તેના દુઃખ માટે દાસીને જરા પણ સહાનુભૂતિ નથી. પરંતુ વસંતકને બિચારાને નંદનવનનું સુખ ગયાનું દુઃખ છે. તેનું કહેવું પણ બરાબર છે. માણસ રેગથી ઘેરાયેલ હોય અને બે ટંક સુખથી ખાઈ પણ ન શકે તે જીવનમાં રહ્યું શું ? વસંતકના આ ઉદ્યારે. સાંભળી આપણને હસવું આવે તે પણ તેમાં જીવનનું એક સાદુ પણ મૌલિક તત્વજ્ઞાન રહેલું છે. “પહેલું સુખ તે જાતે નર્યા એ વાત શું બેટી છે ? આરામ” એ વિદૂષકના સ્વભાવનું મુખ્ય લક્ષણ છે. ભોજન અને અન્નપચન વિશેનું તેનું વિવેચન તેના આરામપ્રિય સ્વભાવનું બાહ્ય ઘાતક હોય, તે તે સાથે અતિશય ખાવાને લીધે આળસુ આરામમાં ગમે તેમ બોલવાની, અથવા બેલતી વખતે શબ્દોને પ્રમાદ કરવાની તેને પડેલી ટેવ તેના સ્વભાવની માનસિક બાજુ બતાવે છે. વસંતક અને ઉદયન અમદવનમાં પદ્માવતીની રાહ જોતા હોય છે. તે વખતે વસંતક રાજાને પદ્માવતી અને વાસવદતા એ બેમાં કઈ રાણી વધુ પ્રિય છે એ સવાલ પૂછે છે. આ પ્રશ્ન પૂછવામાં વિદૂષકના મનમાં કોઈપણ હેતુ ન હોય, ખાલી વખત પસાર કરવા તેણે પૃચ્છા કરી હોય એ બને, પણ વસંતક વાચાળ છે, મુખર છે એ રાજ જાણતા હોવાને લીધે તે પ્રશ્નનો ઉત્તર આપી શકતું નથી. પાસેના લતાકુંજમાં પદ્માવતી અને વાસવદત્તા હોય છે. તેઓ બંનેને સંવાદ સાંભળતા હોય છે અને વિદૂષક કે રાજાને ખ્યાલ હેતે નથી એ વાત ખરી હોય તે પણ વસંતના વાચાળ સ્વભાવને લીધે કદાચ તે પદ્માવતી આગળ પિતાને મત જાહેર કરી દે તે પદ્માવતીના કુમળાં મનને કેટલે આઘાત પહોંચશે એની ચિંતા ઉદયનના મનમાં થાય છે. ખરી રીતે, પદ્માવતીના ઉદાર ગુણોએ તેને માહિત