________________ પ્રકરણ પણું ભેજનપ્રિય વિદૂષક પિતે બ્રાહ્મણ હોવાને ખાતર હેય, અથવા તે વિનોદ ખાતર હેય, પણ વિદૂષક સ્વભાવે જ ખાઉધરે છે, અર્થાત શાસ્ત્રગ્રંથમાં એ વિશે કોઈ પણ ઉલ્લેખ નથી. પણ નાટકકારોએ વિદૂષકની આ ભોજનપ્રિયતા રસપૂર્ણ રીતે વર્ણવી છે. પ્રતિજ્ઞાયૌગધરાયણ' નાટકમાં વિદૂષક ચતુરાઈથી પિતાને ખોવાઈ ગયેલા લાડવાઓની શોધ કરે છે. જે ઉન્મત્તક પાસેથી તેને લાડવા મળે છે, તેની સાથે ઝગડે કરવા તે તૈયાર છે; અને પિતાના લાડવા પાછા ન મળે તે તે રડવાનું પણું બાકી રાખતા નથી. છેવટે જ્યારે તેને તે ખરા લાડવા નહીં, પણ ખાલી લેટના ગોળા જ છે એમ જણાય છે, ત્યારે તે પોતાની હઠ છોડે છે. “સ્વપ્નવાસવદત્ત'માંને વિદૂષક મગધ રાજાના રાજમહેલમાં આવ્યું હોવાને લીધે, પિ રાજમહેલમાં નહીં પણ પ્રત્યક્ષ સ્વર્ગમાં હોય એમ જ તેને લાગે છે. અંતઃપુરના કુવાઓ ઉપર સ્નાન કરવું, અને મધુર પકવાનો ખાવાં. એ બે કામે જ તેને કરવાનાં રહે છે. પકવાનેથી ભરેલી થાળી લઈ, પિતાને ભોજન માટે વહાલથી બોલાવતી પદ્માવતી સ્વાભાવિક રીતે જ તેને વાસવદત્તા કરતાં વધુ ગમે છે. “અવિમારક માંને વિદૂષક ખાવાની લાલચને લીધે બોલતાં બોલતાં છેતરાય છે, છતાં તેને ખાવને પ્રેમ ઓછો થતો નથી. નાયક ઉપર તેને અસીમ પ્રેમ હેવા છતાં તે તેને માટે પોતાનું જમણ જતું કરવા તૈયાર નથી. પ્રેમપૂર્તિમાં અડચણ ઊભી થવાને લીધે જ્યારે નાયિકા રડે છે, ત્યારે તેનું દુઃખ વિસારવા સત્વરે ભોજન આણવાનો ઉપાય વિદૂષક સૂચવે છે ! આવા વિદૂષકને સફેદ ધોળેલી ભીંતે દહીં ચેપડ્યા જેવી લાગે તે નવાઈ નહીં. “મૃછકટિક'માંને મૈત્રેય બાલવા ચાલવામાં સાધારણ રીતે ખાવાના જ દાખલાઓ આપે છે. પહેલાં જ એક તેડું આવ્યું હોવાને લીધે જ્યારે તે સૂત્રધારનું આમંત્રણ સ્વીકારી શકતા નથી, ત્યારે તેને ખરેખર દુઃખ થાય છે. ચારુદત્તની સમૃદ્ધિ અને વૈભવ લેપ પામતાં વિદૂષક દુઃખ અનુભવે છે, કારણ કે એ સમૃદ્ધિના દિવસોમાં તે બજારમાં ફરતા બળદની જેમ મનફાવતી વસ્તુઓ ખાઈ શકતે હતે ! અને રંગદાણીમાં પીંછી બળતા ચિત્રકારની જેમ વિવિધ ખાદ્યપદાર્થોને ખાલી હાથ લગાડીને દર ધકેલી શકતે હો વસંતસેનાના વિશાળ મહેલમાં આમથી તેમ ફરતાં તે વસંતસેનાની શ્રીમંતાઈથી અંજાઈ ગયા હોય,