________________ 168 વિવક, કરે, તે પણ સામાન્ય રીતે, તે પોતે જ આખરે મશ્કરીનું પાત્ર બને છે, અને આમ, તેની બીજાએ કરેલી મશ્કરીને લીધે વધુ હાસ્ય નિર્માય છે. ટૂંકમાં, આ વિદૂષક પતે જ હાસ્યનો વિષર્ય બન્યો છે. " સંસ્કૃત નાટકોમાંના ઘણાંખરાં વિદૂષકને સમાવેશ આ પ્રકારના વિદૂષકમાં થાય છે. કાલિદાસ તથા હર્ષના માઢવ્ય તથા આત્રેય આ પ્રકારના વિદૂષકના ઉત્તમ નમૂના છે “વિક્રમોર્વશીય” અને “પ્રિયદર્શિકા’માંના માણવક અને વસંતક પણ બાઘા તથા પ્રમાદી છે. નાટકમાં તેમની ખુલ્લી મશ્કરી ન થઈ હોય, તે પણ તેમની જાત મૂખે વિદૂષકની જ છે. આથી વિરુદ્ધ, સંતુષ્ટ તથા મૈત્રેય જેવા વિદૂષકે કોઈ વખત છેતરાય તે પણ તેમની જાત જુદી છે. વિદૂષકને બીજો પ્રકાર છે ડાહ્યા વિદૂષકનો. આ વિદૂષકને આપણે ભાષ્યકાર વિદૂષક કહી શકીએ. આ વિદૂષક ઉપરથી બાઘે જણાય તે પણ ખરી રાતે તે ચાલાક હોય છે. તેનું અવલોકન સૂક્ષ્મ અને વ્યવહારુ ડહાપણથી ભરેલું છે. એક્સ્પીયરના ટચસ્ટોનની માફક આ વિદૂષક પિતાની નજરમાં આવતી બધી વસ્તુઓની મશ્કરી કરતા હોય છે. પોતાની સૂક્ષ્મ અવલોકનશક્તિ દ્વારા જીવનમાં અનેક સત્યે તે સંઘરી રાખે છે, અને તક મળતાં, પિતાની રૂઢિગત સ્વરૂપની મૂર્ખતા હેઠળ તે પિતાના માર્મિક અવલોકને રજૂ કરે છે. આ વિદૂષકની વિશેષતા તો એ છે કે, પોતાની બુદ્ધિને અથવા ડહાપણને તેને ખ્યાલ હેત નથી, તેમજ તેને તેને ગર્વ નથી. છતાં તેના મૂર્ખાઈભર્યા બબડાટમાં જીવનને નર્યા સત્યો છુપાયેલા હોય છે. તેથી આ પ્રકારના વિદૂષકને આપણે જીવનને ભાષ્યકાર વિદૂષક કહી શકીએ. વિદમાં ઘણીવાર ડોકાઈ જતે માનવ વિશેને પ્રેમ આપણને આ વિદૂષકમાં જોવા મળે છે, અને તેથી પોતાના મિત્ર નાયક માટે ગમે તે સ્વાર્થ ત્યાગ કરવા તે તૈયાર હોય એવું આપણને જણાય છે. આ પ્રકારના વિદૂષકનું ઉત્તમ ઉદાહરણ આપણને મૈત્રેયમાં જોવા મળે છે. ભાસને સંતુષ્ટમાં મિત્રેય જેટલા ગુણ ન હોય તે પણ તેને નાયક વિશેને પ્રેમ અથવા મિત્રભાવ અજોડ છે. તે ડાહ્યો છે. “સ્વપ્નવાસવદત્તામાં વસન્તક નાયકને વિશ્વાસુ મિત્ર છે. તેના બબડાટમાં ડહાપણ ભર્યું છે. નાયકને દિલાસો આપવાનું કામ તે બરાબર કરે છે. “રત્નાવલી'ને વિદૂષક મુખ્યત: બાધે છે, પણ નાયક વિશેની તેની સ્વામીભક્તિ એટલો અસામાન્ય છે કે પોતાના મિત્ર ખાતર તે આગમાં પણ કુદી પડવા તૈયાર થાય છે. આ બધા વિદૂષકે એક જ જાતના કહેવાય.